વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયા

0
9

સાબરકાંઠા ના વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ઠંડીથી રક્ષણ મળે તે હેતુ ગરીબ અને નિ:સહાય લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

સાબરકાંઠા જિલ્લા ની સેવાભાવી સંસ્થા વિર પ્રતાપ ફાઉન્ડેશન એક એવો સમુદાય છે કે જે છેલ્લા પાંચ વર્ષથી નિરાધાર લોકો ને અવારનવાર જરૂરિયાતની વસ્તુઓ ધાબળા, શાલ તથા અન્ય ગરમ કપડાંનુ વિતરણ કરે છે.

ફાઉન્ડેશન ની કામગીરીમાં સ્લમ વિસ્તારમાં વસતા બાળકોને પુસ્તકો, અન્ય શૈક્ષણિક સામગ્રી, અને ભોજનનુ વિતરણનો સમાવેશ થાય છે. તેઓ ગરીબ અને નિ:સહાય પરિવાર ને તમામ રીતે ઉપયોગી થવાનો પ્રયાસ કરતા હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન આવી અને સમાન પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.તેનો સમાજના વિવિધ વર્ગને લાભ થાય છે.

હાલમાં ડિસેમ્બર – જાન્યુઆરી માં હાડકાં થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે ઘર વગરના અને શહેરની ગલીઓમાં સુઈ રહેતા ગરીબ અને નિઃસહાય લોકો જેઓની પાસે ઠંડી સામે રક્ષણ માટે માત્ર પ્લાસ્ટીક શીટ , ફાટેલા ધાબળા કે શણના કોથળાનો ઉપયોગ કરે છે. આવા હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ને એક અઠવાડિયા થી વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા 500 ઉપર ધાબળા વિતરણ કરવામાં આવી રહ્યું છે.માનવતાના આ કાર્ય ને શહેર અને સમાજે બિરદાવ્યું હતું.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here