વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા મહેસાણા તાલુકાના જોરણંગ ગામે જડીબા હોલમાં ત્રિશૂલ દીક્ષા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0
0

મહેસાણા તાલુકાના જોરણંગ ગામે જડીબા હોલમાં બજરંગ દળ ત્રિશૂલ દીક્ષામાં જોરણંગ, ધનપુરા,આંબલીયાસ સ્ટેશન, આંબલીયાસણ ગામ,નવી શેઢાવી,જૂની શેઢાવી,ચલુવા તેમજ લાંધણજ ગામના ભાઇઓ બજરંગ દળ ત્રિશુલ દીક્ષા 201જેટલા જોડાયા હતા,વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના મહેસાણા વિભાગ મંત્રી હિતેશભાઇ ઠક્કર, મહેસાણા જિલ્લાના બજરંગ દળ અધ્યક્ષ દિનેશભાઇ પટેલ,દેકાવાડા મહંત શ્રી કલીદાસ બાપુ તેમજ આવેલ જોરણંગ ગામના સરપંચ,ડેલીકેટ ,ધનપુરા તેમજ ચલુવાના સરપંચ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોને સન્માનિત કરવામાં આવ્યા, ત્યારબાદ બજરંગ દળમાં ત્રિશૂલ દીક્ષા લેવા માટે આવેલા ભાઇઓને બજરંગ દળના અધ્યક્ષ,મંત્રી તેમજ મંહત દ્વારા પ્રવચનો આપીને દરેક સભ્યોને ભારત ને હિન્દુ રાષ્ટ્ર બને તે માટે મનોબળમાં વધારો કરવામાં આવ્યો હતો, તેમજ દરેક સભ્યોને બજરંગ દળના પટ્ટા અને ત્રિશૂલ આપીને સપત વિધિ પૂરી કરવામાં આવી,
આ કાર્યક્રમમાં મહંત શ્રી કલીદાસ બાપુ દેકાવાડા,હિતેશભાઇ ઠક્કર મહેસાણા વિભાગ મંત્રી,દિનેશભાઇ પટેલ મહેસાણા જિલ્લા અધ્યક્ષ,નૈલેશભાઇ પ્રજાપતિ મહેસાણા જિલ્લા મંત્રી,દિલીપભાઈ ત્રિવેદી મહેસાણા જિલ્લા ઉપાધ્યક્ષ,પંકજભાઈ દવે મહેસાણા બજરંગ દળ સહ સંયોજક
વિપુલભાઈ પટેલ નંદાસણ પ્રખંડ અધ્યક્ષ
હર્ષદભાઈ પટેલ બજરંગ દળ,લવિંગજી ઠાકોર બજરંગ દળ,હર્ષભાઇ મહેતા બજરંગ દળ,કલ્પેશભાઈ રબારી ગૌરક્ષક,જોરણંગના સરપંચ રોહીતભાઇ પ્રજાપતિ, જીલ્લા ડેલીકેટ વિપુલભાઈ પટેલ,ચલુવાના સરપંચ પ્રધાનજી ઠાકોર,ધનપુરાના કલ્પેશભાઈ પટેલ, તેમજ કાર્યક્રમના અધ્યક્ષ રિતેશભાઇ પટેલ જોરણંગ ઉપસ્થિતિ હાજર રહ્યા,ત્યારબાદ જીલ્લા ડેલીકેટ વિપુલભાઈ પટેલ દ્વારા આભાર વિધિ
કરી કાર્યક્રમને સફળ બનાવ્યો

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here