વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા સમિતિ દેવગઢ બારીયાના પ્રમુખ ઉમેદભાઈએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી

0
10

વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા સેવા સમિતિ દેવગઢ બારીયાના પ્રમુખ તેમજ કલ હમારા યુવા સંગઠન દાહોદ જિલ્લાના પ્રમુખ અને સામાજિક કાર્યકર એવા શ્રી ઉમેદભાઈ કોળીપટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામના વતની ઉમેદભાઈને આજ રોજ ૩૧ વર્ષ પુરા થયાં અને ૩૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આજરોજ જન્મદિવસની ઉજવણીમાં બાપા સીતારામ મઢુલી પીપલોદ ખાતે તેઓ ૩૨ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેઓએ ૩૨ દીવડા પ્રગટાવીને રામધુન ગવડાવી ગાયત્રી મંત્ર કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સુકો નાસ્તો વહેચવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાન મિત્રો હાજર રહ્યા હતા.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

રિપોર્ટ :-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here