વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશમંત્રીએ સાળંગપુર હનુમાનજીના ભીત ચિત્ર વિવાદમાં કોઈ પણ પ્રકારનુ આંદોલન નહી કરવાનું નનૈયો ભણ્યો..

0
0

સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ બનાવવાના મામલે ઉગ્ર વિવાદ ઉભો થયો છે. જેમાં અનેક સાધુ સંતો અને હિન્દુ સંગઠનો પણ આ ભીંતચિત્રનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે આ મામલે કોઈ પણ પ્રકારનું આંદોલન કરવાનો નનૈયો ભણ્યો છે.ડીસા આવેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રીએ આ મામલે સુખદ ઉકેલ લાવી તમામ સંપ્રદાયોને સનાતન ધર્મ સાથે જોડવાની વાત કરી હતી. સ્વામિનારાયણના વડતાલ ધામ સંચાલિત સાળંગપુર હનુમાનજીના મંદિરના ભીંતચિત્રો વિવાદ મામલો સમગ્ર દેશમાં આગની જેમ પ્રસરી રહ્યો છે. હનુમાનજીની વિશાળ મૂર્તિ નીચે લગાવેલા ભેદ ચિત્રોમાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણના દાસ બતાવવાના મામલે અનેક સાધુ સંતો તેમજ હિંદુ સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે તેમજ આ મુદ્દે હિન્દુઓના સૌથી મોટા ગણાતા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કરવામાં આવે તેવી પણ માંગણી હિંદુ પ્રેમી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ કોઈપણ પ્રકારનું આંદોલન કરવાનું નથી તેમ ડીસા ખાતે આવેલા વિહીપના પ્રદેશ મંત્રી અશોકભાઈ રાવલે જણાવ્યું હતું.કે,વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય કોઈ આંદોલન કરવાનું નથી. આ તમામ સંપ્રદાય સનાતન ધર્મના છે અને અમે તમામને એક કરવાનું કામ કરીએ છીએ.કોઈ સંપ્રદાયનો અમે વિરોધ કરતા નથી. સાળંગપુર હનુમાનજી મામલે અમે અન્ય સંતો સાથે મળી આ વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસો કર્યા છે.
અમારો હેતુ તમામ સંપ્રદાય એક બને અને હિન્દુત્વ મજબૂત થાય તેવો છે. આ સમગ્ર મામલાનું ઉકેલ વિવાદ થી નહીં સંવાદ લાવવા સંતોને વિહીપે અપીલ કરી છે.હાલના સમયમાં હિન્દૂ સમાજને જોડાવા વાળા સંતો કરતા તોડવા વાળા લોકો વધારે છે અને વિધર્મીઓ પણ ઈચ્છે છે કે આ બધા સંપ્રદાય લડતા રહે. પરંતુ વિહીપ આમ થવા દેશે નહીં.
લોકોની અજ્ઞાનતાના કારણે આવા પ્રશ્નો ઉભા થતા હોય છે જેનો સંતોએ સાથે મળી લોકોને સમજાવી ઉકેલ લાવવો જોઈએ અને વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારના કાર્યો કરવા જઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here