વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આજે સલાલ નર્સરીમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

0
51

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે ઓક્સિજનની ઘટ સર્જાય છે  ત્યારે આજે  ૫ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ.વૃક્ષ પોતે કાર્બનડાયોકસાઈડ વાયુ ગ્રહણ કરીને જીવન માટે જરૂરી એવા ઓક્સિજન વાયુનું સર્જન કરે છે.
સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણ માંથી  થયું છે આપણે સૌ પર્યાવરણ નો એક ભાગ છીએ તેથી પર્યાવરણ છે તો આપણે છીએ કારણ કે મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે  આજે માણસ પર્યાવરણ થી વિમુખ થવાથી અનેક રોગોનો ભોગ બની ગયો છે
આવા ઉમદા કાર્ય માટે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સરકારશ્રીની ગાઈડલાઇનને ધ્યાને રાખીને સલાલ નર્સરી ખાતે કરવામાં આવી હતી,જેમાં નાયબ વન સંરક્ષક સાબરકાંઠા સામાજિક વનીકરણ શ્રીમતી કે. પી.ચાવડા ,આર.એફ.ઓ શ્રી એ. એસ.પ્રજાપતિ,વનપાલ સલાલ શ્રી જી.વી.દેસાઈ,બિટગાર્ડ શ્રી આર.જે.દેસાઈ, વારાહી શક્તિપીઠ પોગ્લુના મહંત સુનીલદાસજી મહારાજ, બિટગાર્ડ શ્રીમતી પી.વી.પટેલ, અનુજ પટેલ હાજર રહ્યા હતા તેમના દ્વારા વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ત્યારે મહંત સુનિલ દાસજી મહારાજ દ્વારા દરેક ને  વૃક્ષ વાવ માટે અપીલ કરી હતી
*અલ્પેશ નાયક સાબરકાંઠા*
    *BG NEWS ગુજરાતી*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here