વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

0
3

અમીરગઢ

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ થી અંદાજે બે ત્રણ કિલોમીટર ના અંતરે બનાસ નદી કિનારે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ક્લીન ઈન્ડિયા 2 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી અનેક સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાવામા આવતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન હજારો લોકો ની ભીડ જોવા મળતી હોય છે ત્યારે હજારો ભાવિકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે અનેક જાતનો કચરો લોકો ફેંકતા હોય છે ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર એક પવિત્ર ધામ હોવાથી ત્યાં ગંદગી ના ફેલાય તેમજ કોઈ રોગ ચાળો ન ફેલાય અને પવિત્ર જગ્યાએ કચરો ના રહે તેના ભાગરૂપે અમીરગઢ તાલુકા મામલતદાર ગોતિયા સાહેબ તથા યોગેશભાઈ પડ્યા તથા સંજયભાઈ જૈન તથા અરવિંદભાઈ ઠાકોર તેમજ વિશ્વેશ્વર મહાદેવ ના પૂજારી તથા અનેક સામાજિક કાર્ય કરતા ઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે આજુબાજુ પડેલ કચરાને અયોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો . અને ગુજરાત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

અહેવાલ- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here