વિરમપુર ના કાનપુરા નજીક અંબાજી ના સોની પરિવાર ને નડ્યો અકસ્માત

0
6

અંબાજી થી વિરમપુર બર્થડે પ્રસંગ માં જતા સોની પરિવાર ને વિરમપુર ના કાનપુરા નજીક અકસ્માત થયો હતો. જી,જે,૦૮ Ap 5942 કાર ના ચાલકે સ્ટેરિંગ પર નું કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારતા અંદર બેઠેલા હજાબેન મૂળચંદ ભાઈ સોની ઉંમર આશરે 65 વર્ષ નું કાર નીચે આવી જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઓ ને ગંભીર ઇજા ઓ થતા વધુ સારવાર માટે પાલનપુર ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના ની જાણ આજુબાજુ ના લોકો ને થતા લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા. વિરમપુર ખાતે રહેતા મુકેશ ભાઈ તલકચંદ સોની વિરામપુર રહેવાસી ના પુત્ર ના બર્થડે પ્રસંગે માં વિરમપુર ખાતે આવેલ દેવ ડુંગરપુરી જી ના મંદિરે જઈ રહયા હતા. આ ઘટનાથી સોની સમાજ માં શોક નું મોજું ફરી વળ્યું હતું….

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here