વિજાપુર લાડોલ ના સીઆરસી કો ઓર્ડીનેટર નું સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ થી સન્માન કરાયુ

0
3

ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા પ્રેરિત પોરબંદરની સાંદિપની ગુરુકુળ સંસ્થા દ્વારા વિજાપુરના લાડોલ સી.આર.સીના કો.ઓર્ડિનેટર સંજયભાઇ પટેલનું સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું વિશ્વવિખ્યાત ભગવતાચાર્ય રમેશભાઇ ઓઝા પ્રેરિત પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતનના ભારતીય સાંસ્કૃતિક સંવર્ધન ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૪થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ઇનોવેશન અને શિક્ષણક્ષેત્રે અમૂલ્ય સેવાઓ પ્રદાન કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું ભાવપૂજન સાથે વિવિધ એવોર્ડ આપી સન્માન કરવામાં આવતું હોય છે જેમાં સાંદિપની વિદ્યાનિકેતન એવોર્ડ ચયન સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૩માં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાંથી પસંદગી કરતાં મહેસાણા જિલ્લામાંથી વિજાપુર તાલુકાના લાડોલ સી.આર.સી.,કો.ઓર્ડિનેટર સંજયભાઇ પટેલની પસંદગી કરી તેમને સાંદિપની ગુરુ ગૌરવ ઓવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સંજયભાઇ પટેલ દ્વારા શિક્ષણક્ષેત્રે છેલ્લા ઘણા વર્ષોથી અવનવા ઇનોવેશન હાથ ધરી શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે તેનું સફળ અમલીકરણ કરવામાં આવેલ છે. તાજેતરમાં જીસીઈઆટી આયોજિત શૈક્ષણિક ઈનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર નિપુણ ભારત સંલગ્ન પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સંદર્ભેના તેમના ઇનોવેશને શ્રેષ્ઠ દેખાવ કરી ખૂબ સારી પ્રશંસા મેળવી છે. ઇનોવેશન, સંશોધન, વિવિધ શૈક્ષણિક મટિરિયલ્સ ડેવલોપમેન્ટ, શિક્ષક તાલીમ, વગેરે જેવા મહત્વના પ્રકલ્પોમાં તેમની ખૂબ જ ઉમદા કામગીરી રહી છે. શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે. તેમના શૈક્ષણિક ઇનોવેશનને વર્ષ-૨૦૧૩માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે.અબ્દુલકલામ દ્વારા આઇ.આઇ.એમ. અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવેલ છે. ભારત સરકારની ન્યૂપા સંસ્થા દ્વારા નવી દિલ્હી ખાતે તેમના ઇનોવેશનને વર્ષ-૨૦૧૭ અને વર્ષ-૨૦૨૧માં એમ બે વાર નેશનલ ઇનોવેશન એપ્રિસિએશન એવોર્ડ મળી ચૂક્યા છે. તેઓ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી પણ સન્માનિત થયેલ છે. આમ, તેમની શિક્ષણક્ષેત્રની ઉત્કૃષ્ઠ સેવાઓની નોંધ લઇ ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાંદિપની વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વરદહસ્તે સન્માનપત્ર, સ્મૃતિચિહ્ન, રોકડ પુરસ્કાર અને સંસ્કારવર્ધક સાહિત્ય કીટ આપી તેમનું ભાવપૂજન કરવામાં આવ્યું તે મહેસાણા જિલ્લાના શિક્ષણજગત માટે પ્રેરણાદાયી અને ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે. આ એવોર્ડની વિશેષતા એ છે કે તેના માટે કોઇ ફાઇલ, ડોક્યુમેન્ટ મૂકી દરખાસ્ત કરવાની હોતી નથી પણ સંસ્થાની ઓવોર્ડ ચયન સમિતિ અને પરામર્શકો સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણક્ષેત્રે ઉત્તમકાર્ય કરનારને શોધી તેનું ભાવપૂજન કરે છે.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here