બંન્ને શિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરી જેલ માં ધકેલી દેવાયા
વિજાપુર તાલુકાના મોતીપુરા ટીંટોદણ ગામની નજીક કુકરવાડા ગામના બે દેવીપુજક ઈસમો પાટલા ઘો નો શિકાર કરવા જતાં ફિલ્ડ માં નીકળેલ વન વિભાગની ટીમ ના હાથે શિકારી ખુદ શિકાર બની જતા ઝડપાઇ ગયા હતા વન વિભાગે બંને ઈસમો પાસેથી પાટલા ઘો નો કબ્જો મેળવી પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ મુજબ કાયદેસર કરી વસઈ પોલીસ ને જાણ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવતા બંને ઈસમો ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા આ અંગેની વન વિભાગ પાસેથી મળતી માહીતી મુજબ તાલુકાના વન વિભાગના અધિકારી એમ એ પટેલ પોતાની ટીમ સાથે ફિલ્ડ માં તપાસ અર્થે નીકળ્યા હતા તે સમય દરમ્યાન વસઈ થી મોતીપુરા ટીંટોદણ રોડ ઉપર ઇકો ગાડીમાં બે તંદુરસ્ત પાટલા ઘો નો શિકાર કરી પકડી પાંજરા મા પુરી બે ઈસમો દેવીપૂજક શૈલેષભાઇ અને અન્ય એક દેવીપુજક ઇસમને રંગે હાથે ઝડપી લીધા હતા અને તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરી પોલીસ ની મદદથી જેલ ધકેલી દેવાયા હતા જોકે પાટલા ઘો વન ભાગ ૨ માં સમાવિષ્ટ પ્રાણીઓ માં આવતું હોય છે જેને લઇને વન પ્રાણી સંરક્ષણ ૧૯૭૨ અંતર્ગત કાયદેસર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
મનોજ યોગી