વિજાપુર મહાદેવપુરા ગવાડા ગામની પ્રાથમિક શાળાના ઓરડા નુ લોકાર્પણ કરાયુ

0
3


પૂર્વ વિધાર્થીએ શાળાના ઓરડા બનાવી વતનનો ઋણ ચૂકવ્યૂ

વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગવાડા ગામના હાલ અમદાવાદ ખાતે માવા વાળા પરિવાર તરીકે ખ્યાતિ પામેલ ડોક્ટર પરિવાર ના ડો રાજુભાઇ પટેલ દ્વારા જીર્ણ બનેલી પ્રાથમિક શાળામાં રૂપિયા અઢી કરોડ વાપરી ને શાળાને સુવિધા સહિત ના વીસ જેટલા ઓરડા બનાવી ભણતા બાળકો ના ઉપયોગ માટે લોકાર્પણ શિક્ષણ અધિકારી ના ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો સહિત ડોક્ટર માવવાળા પરિવાર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઘણા વર્ષો થી બંધ કરી ગામ વચ્ચે જીર્ણ પડી રહેલી પ્રાથમિક શાળા ને તેમજ ગામની વાડી બનાવવા નો નિશ્ચય કરતા ડો રાજુભાઈ પટેલે ગ્રામજનો સામે પ્રસ્તાવ મૂકવામાં આવતા બિનઉપયોગી બનેલી શાળામાં નવીન વીસ ઓરડા જેટલા ઓરડા અને વાડી માં રૂપિયા અઢી કરોડ વાપરી ને સુવિધાઓ સહિત બનાવવા આવ્યા હતા જેનો જીલ્લા શિક્ષણ અધિકારી ગૌરાંગ વ્યાસ ની ઉપસ્થિતિ માં અને ગામની શાળાના શિક્ષકો મિત્રો ની ઉપસ્થિતિ માં શ્રીમતી પટેલ કંકુબા ચતુરભાઈ પ્રાથમિક શાળા ના નામથી વીસ ઓરડા ઓનુ લોકાર્પણ કરી ગ્રામજનો ને અર્પણ કરી શાળાનો તેમજ ગામનું ઋણ અદા કરતા ડોક્ટર પરિવાર ભારે ભાવુક બન્યો હતો જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા
મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here