વિજાપુર તાલુકામાં છેલ્લા બે દિવસમાં 8 ઇંચ જેટલો વરસાદ ભાવસોર ગામના ખેતરોમાં પાણી ભરાયા મગફળી કપાસ ના પાકને નુકશાન

0
6

વિજાપુર તાલુકામાં છેલ્લા બે દિવસ સતત પડેલા વરસાદ ના કારણે ભાવસોર ગામમાં ચોતરફ ખેતરો માં પાણી ભરાયા હતા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થતા મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું ગામના તળાવ પાસેના નીચાણવાળા વિસ્તારમાં બાંધેલા છાપરામાં પણ પાણી ભરાયા હતા જેને ગ્રામજનો દ્વારા છાપરા વાળા ને અન્યત્રે જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા સતત વરસાદ થી પશુધન ને નુકશાન થવા પામ્યું હતુ આ ગામના ખેડૂત વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદે માઝા મૂકતા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેમાં કપાસ તેમજ મગફળી ની વાવણી કરેલા ખેતરો માં પાણી ભરાઈ જતા ખેડૂતો ને નુકશાન વેઠવા નો વારો આવ્યો છે સરકાર દ્વારા ખેડૂતો ને પાક ને થયેલા નુકશાન અંગેનો સર્વે કરી વળતર મળે તે માટે તજવીજ કરવામાં આવે તો ખેડૂતો થઈ રહેલો નુકશાન માંથી બચી શકે તેમ છે જોકે તાલુકામાં સતત પડેલા વરસાદ નો સરેરાશ આંક 477 એમ એમ એટલેકે 18 ઇંચ જેટલો નોંધાયો છે જ્યારે છેલ્લા બે દિવસમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here