વિજાપુર આસોડા ગામની નર્સરી ના ચારા માંથી મંજૂરી સિવાય ના બીજા આઠ બાવળો કાપી નાખી બારોબારીયું થતા હોહાપોહ

0
4

વિજાપુર તાલુકાના આસોડા ગામની નર્સરી ગણાતી તેના ચરા માં પંચાયતે આપેલી મંજૂરી સિવાય ના અન્ય આઠ થી પંદર નાના મોટા બાવળો લાકડા કાપનાર મજૂર ને સરપંચે પંચાયત ની મંજૂરી વગર રૂપિયા 25000 માં આપી દેવાયા હોવાની ગ્રામજનો માં જાણ થતાં વન વિભાગ દ્વારા લાકડા કાપવા ની કામગીરી રોકી વધારા ના કપાયેલ બાવળો ને જમા લઈને કાર્યવાહી કરવામાં આવી હતી અને ગ્રામજનો રોષે ભરાતા સરપંચે લાકડા કાપનાર પાસેથી લોકફાળા ના નામે રૂપિયા 31000 નો દંડ વસુલ્યો હતો આ અંગેની મળતી માહીતી મૂજબ આસોડા ગામની નર્સરી ચારા માં ઉગેલા બાવળ નો નિકાલ કરવા બાબતે ગ્રામપંચાયત ખાતે મીટીંગ કરી 90 થી 95 જેટલા બાવળો નિકાલ કરવા ની મંજૂરી મેળવ્યા બાદ લાકડા કાપવા ની મજૂરી કરતા કોન્ટ્રાક્ટરો હલાજી મારવાડી તેમજ લાલા ભાઈ મારવાડી ને કોન્ટ્રેક્ટ આપવા માં આવ્યો હતો જેમાં સરપંચ રમેશભાઈ રાવલે અન્ય આઠ જેટલા બાવળો રૂપિયા 25000 માં આપી દેવાયા હતા જેની પંચાયત માં જાણ થતાં હોબાળો મચતા સરપંચે રૂપિયા 31000 નો લોક ફાળો ના નામે કોન્ટ્રાકટર પાસેથી વસૂલાત કરી હતી જોકે વન વિભાગે ઠરાવ માં મંજૂરી સિવાય કપાયેલા બાવળો જમા લઈને સત્યતા મેળવવા કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here