વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર બ્રિડિંગ જોવા મળતા એકમો ને રૂ 2100 નો દંડ ફટકાર્યો

0
1

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ડ્રોન ટેકનોલોજીના માધ્યમ થી મચ્છર બ્રીડિંગ વાળા સ્થાનો શોધી એકમો સામે કાર્યવાહી કરવામાં આવી ડ્રોન ટેકનોલોજીના માધ્યમ થી મચ્છર બ્રિડિંગ વાળા એકમોને નોટિસ પાઠવી 9 જેટલા એકમો પાસેથી રૂપિયા 2100 ની વસૂલાત કરી કાર્યવાહી કરવામાં આવી હતી મળતી માહીતી અનુસાર આરોગ્ય તંત્ર મેલેરિયા શાખા મહેસાણા દ્વારા આપેલી સૂચના મુજબ વિજાપુર તાલુકા હેલ્થ કચેરી ના હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ દ્રારા તાલુકાના 9 પ્રા આ કેન્દ્ર તેમજ 1અર્બન હેલ્થ કચેરી દ્રારા વાહકજન્ય રોગો ની અટકાયત સારું મચ્છર ઉત્પતિ સ્થાન શોધી મચ્છર નું બ્રિડીગ કરતા એકમો ની ચકાસણી સારું સ્પેશ્યલ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ ઓફિસર આયુષ મેડિકલ ઓફિસર અને મેલેરિયા સુપરવાઈઝર ની ટીમ બનાવવામાં આવી અને આ ટીમ દ્રારા મુલાકાત લેતા જેમાં તાલુકા માં કુલ 9 જગ્યા એ મચ્છર નું બ્રીડીગ જોવા મળતા ગુજરાત વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ.2017હેઠળ કુલ 9 જગ્યા એ 2100રૂપિયા નો દંડ વસૂલ કરવામાં આવ્યો..જેમાં અર્બન હેલ્થ કચેરી વિજાપુર વિસ્તાર માં 1600રૂપિયા અને સરદારપુરા પ્રા આ કેન્દ્ર ના સુદરપુર અને ચાગોદ વિસ્તાર માં 500રૂપિયા દંડ ઉઘરાવવામાં આવ્યો..લોકો માં વાહક જન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ના જેવા મચ્છરજન્ય રોગો નો ફેલાવો ન થાય તેમજ લોકો માં જાગૃતિ આવે તે સારું આ કાર્યવાહી કરવામાં આવી હતી

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here