વિજયનગરના પોળો ફોરેસ્ટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે “સખી શોપ”નું ઉદઘાટન કરાયું

0
0

હિંમતનગર તસવીર – અહેવાલ દક્ષ ભટ્ટ


સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીઝ વસ્તુના વેચાણ અર્થે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સંચાલિત સખી શોપનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના હેઠળ મહિલાઓનો આર્થિક વિકાસ થાય તે માટે સખી મંડળની રચના કરવામાં આવે છે. આ સખી મંડળની બહેનો દ્વારા વિવિધ પ્રકારના ગૃહ ઉધ્યોગ કરી આર્થિક ઉપર્જન કરવામાં આવે છે.
વિજયનગરના પોળો ફોરેસ્ટ ખાતે સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્યાદિત ચીઝ વસ્તુઓના વેચાણ અર્થે સખી શોપ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાંના વેચાણ કરવામાં આવશે. આ સખી શોપમાં સાબરકાંઠા જિલ્લાના સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુને નજીવા ભાવે વેચાણ કરવામાં આવશે.આ ઉપરાંત વિજયનગર તાલુકાની આદિવાસી મહિલાઓ દ્વારા નેચરલ મહુડાના ફૂલમાંથી બનાવેલ લાડુ તેમજ મહુડા સુપનું પણ વેચાણ કરવામાં આવશે. આ સખી શોપના માધ્યમથી વેચાણ થતી ચીજ વસ્તુ થકી જિલ્લાની મહિલાઓને કાયમી ટકાઉ આજીવિકા મળવાનો આશય ફળીભૂત થશે.
આ ઉદઘાટન સમારોહમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, ગ્રામ વિકાસ એજન્સી સ્ટાફ તેમજ આદિવાસી મહીલાઓ ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here