વાહન અકસ્માત સારવાર સહાય યોજના

0
3

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

વાહન અકસ્માત સારવાર સહાય યોજના

પાટણમાં વર્ષ-2018 થી 2023 સુધી કુલ રૂ.96,21,952 ની સહાય આપવામાં આવી

વાહનોની વધતી જતી સંખ્યાની સામે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. જ્યારે કોઈ ગંભીર અકસ્માત થાય છે ત્યારે એ ઈજાગ્રસ્ત વ્યક્તિની સાથે સાથે આખો પરિવાર પણ જાણે ઈજાગ્રસ્ત થઈ જાય છે. રોજબરોજ સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલ્સમાં વાહન અકસ્માતના સમાચાર છપાતા રહે છે. અકસ્માતમાં મૃત્યુના આંકડાઓ પણ આપણી સામે આવતા રહેતા હોય છે. તેથી રાજ્યસરકાર દ્વારા વાહન અકસ્માત સારવાર યોજના અમલમાં મુકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ એક એવી યોજના છે, જેના થકી અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને આર્થિક રીતે સહાય મળે છે.

કોઈ પણ અકસ્માત થાય તો જો એક કલાકની અંદર ઈજાગ્રસ્તને સારવાર મળી જાય તો રાહત થવાની સંભાવના વધી જતી હોય છે. રાજ્યભરમાંથી કોઈ વ્યક્તિનો અકસ્માત થાય તો તેઓ વાહન અકસ્માત સારવાર યોજનાનો લાભ લઈ રહ્યા છે. વાત કરીએ પાટણ જિલ્લાની તો જિલ્લામાં વર્ષ 2018 થી 2023 સુધી કુલ રૂ.96,21,952ની સહાય આપવામાં આવી છે. સહાય રકમની વિગતવાર વાત કરીએ તો, વર્ષ 2018-19 માં કુલ 5 સારવાર ક્લેઈમની સામે રૂ.56,452ની સહાય આપવામાં આવી છે. વર્ષ 2019-20માં 38 ક્લેઈમની સામે રૂ.15,98,750ની સહાય, વર્ષ 2020-21 માં 48 ક્લેઈમની સામે રૂ.20,00,500ની સહાય, વર્ષ 2021-22માં 77 ક્લેઈમની સામે રૂ.32,70,250ની સહાય, વર્ષ 2022-23માં 67 ક્લેઈમની સામે રૂ.26,96,000ની સહાય આપવામાં આવી છે. આમ કુલ 235 ક્લેઈમની સામે રૂ. 96,21,952ની સહાય આપવામાં આવી છે.

વાહન અકસ્માત સારવાર યોજના હેઠળ પાટણની હર્ષ એક્સીડન્ટ એન્ડ ઓર્થોપેડીક હોસ્પિટલમાં સારવાર મેળવેલ સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના વતની ઠાકોર જોશનાબેન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, અક્સમાતમાં તેઓના પગમાં ગંભીર ઈજાઓના કારણે ઓપરેશન કરાવવાની જરૂર પડી હતી. જોશનાબેને વધુમાં જણાવ્યું કે, આટલું મોટુ એક્સિડન્ટ થવાથી હું અમે મારો પરિવાર ચિંતામાં આવી ગયો હતો. કારણકે હોસ્પિટલના ખર્ચા અમને પોસાય એવા નહોતા. હોસ્પિટલના તંત્ર દ્વારા અમને વાહન અકસ્માત સારવાર યોજના વિશે જાણકારી આપવામાં આવી અને અમને આ યોજના અંતર્ગત રૂ.50,000ની સહાય મળતા આજે મારું સફળતાપૂર્વક ઓપરેશન થયુ છે. અમારા જેવા ગરીબ પરિવાર માટે રૂ.50,000 એ ખૂબ મોટી રકમ કહેવાય. સરકારએ વાહન અકસ્માત સારવાર યોજના અમલમાં મુકી એ બદલ હું અને મારો પરિવાર સરકારનો આભાર માનીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here