વામૈયા ગામે નાઈ પરિવાર નાં મામાએ પોતાની ભાણી નાં લગ્ન ધામધૂમથી કરાવી ભાણીના માતા પિતા ની ફરજ પણ અદા કરી..

0
6

નાનપણથી જ માતા પિતા ની છત્રછાયા ગુમાવી દેનાર ભાણીને પોતાની દિકરી ની જેમ ઉછેર કરી સ્વસુર ધરે વિદાય કરતા સૌની આંખો ભિજાણી..

આજના સમાજ ને પ્રેરણા આપતી ધટના ને સૌએ સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા.૮
પાટણ તાલુકાના વામૈયા ગામના રહીશ અને પત્રકાર ની સાથે સાથે જીવદયા પ્રેમી તરીકે ની સેવા પ્રવૃતિ કરતાં શૈલેષભાઈ નાઈ એ માતા-પિતા વીનાની પોતાની ભાણીને નાન પણ થી પોતાની દિકરી જેમ ઉછેરી તેને ભણાવી ગણાવીને તેનાં લગ્નની ઉંમર થતાં સારા પરિવારમાં તેનું સગપણ કરી તાજેતરમાં ધામ ધુમ થી પોતાની દિકરી સમાન ભાણી બિનલ ને તેનાં માતા પિતા ની ફરજ સાથે સાથે મામા ની પણ ફરજ અદા કરી બિનલનાં લગ્ન પ્રસંગ યોજી આજનાં સમાજને પ્રેરણા પૂરી પાડી છે. આ લગ્ન પ્રસંગમાં પ્રેરણા દાયક બાબત એ હતી કે શૈલેષભાઈએ પોતાની ભાણી બિનલને નાનપણથીજ એક દિકરી તરીકે ઉછેરી તેણીને ભણાવી ગણાવીને તેનાં લગ્ન સંસ્કારી પરિવારનાં યુવાન સાથે કરાવી એક માતા પિતા જેમ પોતાની દિકરીને વિદાય કરે તેમ શૈલેષભાઈ એ પોતાની ભાણી નુ કરિયાવર કરી ખુશી નાં આંસુ વચ્ચે વિદાય કરતા લગ્ન પ્રસંગ માં ઉપસ્થિત સૌ સગા સંબંધીઓ અને સ્નેહમિત્રો ની આંખો પણ ભરાઇ આવી હતી.
શૈલેષભાઈ નાઈએ પોતાની દિકરી સમાન ભાણીને ભણાવી ગણાવીને તેનાં ધામધુમથી લગ્ન પણ કરાવી એક મામા ની સાથે સાથે માતા પિતાની પણ ફરજ અદા કરીને આજનાં સમાજને પ્રેરણા પૂરી પાડી હોવાનું લગ્નમાં ઉપસ્થિત સૌએ જણાવી શૈલેષભાઈ નાઈને અભિનંદન પાઠવ્યા હતા.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here