વાગડોદ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા માલજીભાઈ દેસાઈનું અભિવાદન કરવામાં આવ્યું..

0
6


પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીઆ ગાંધી આશ્રમ નાં સંચાલક અને પ્રખર ગાંધીવાદી માલજીભાઈ દેસાઈ ની સેવાકિય પ્રવૃત્તિઓ ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે ત્યારે માલજીભાઈ દેસાઈને તમામ સમાજો, રાજકીય પાર્ટીઓ સહિત પાટણ પંથકના લોકો દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે મંગળવારના રોજ પાટણ જિલ્લા નાં વાગડોદ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ નાં આગેવાનો દ્વારા માલજીભાઈ દેસાઈનું સન્માન કરી વિવિધ ભેટ સોગાદ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્માના ઝીલીઆ ખાતે આવેલા ગાંધી આશ્રમ ખાતે મંગળવારે વાગડોદ રબારી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત માલજીભાઈ દેસાઈ નાં સન્માન સત્કાર સમારંભ પ્રસંગે સમાજના આગેવાનો,કાયૅકરો દ્વારા પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા માલજીભાઈ દેસાઈ ને સન્માનિત કરી શુભકામનાઓ પાઠવી હતી.
રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here