વસીમ રિઝવી ની વિવાદિત પુસ્તક ને લઇ ઝાલોદ મુસ્લિમ સમાજમાં રોષ , મામલદાર આવેદન પાઠવી ફાંસીની સજાની માંગ કરાઈ

0
8

વસીમ રીઝવી દ્વારા ઈસ્લામ ધર્મના પયગમ્બર વિરૂધ્ધ એક પુસ્તક પ્રકાશીત કરવામાં આવતાં આજરોજ ઝાલોદ શહેરમાં મુસલમાન ઘાંચી સમાજ પંચના મુસ્લીમ સમુદાયના અને ઝાલોદ કસ્બા પંચના દ્વારા વસીમ રીઝવી સામે કડકડમાં કડક સરકાર કાર્યવાહી કરી અને તેના પુસ્તકને બેન કરવામાં આવે તેવી રજુઆત સાથે ઝાલોદમાં મામલદાર ઓફિસે મામલદારને આવેનદનપત્ર આપી સખ્ત વિરોધ દર્શાવ્યો હતો . ઝાલોદના મુસ્લિમ સમાજના અગ્રણીઓ રજ્જાકભાઈ પટેલ , સલીમભાઈ ડાહ્યા ,રિજવાનભાઈ કાયરા, અનવરભાઈ, જાકિરભાઈ કાનુગા, ટીનાભાઈ ,ઈંજુભાઈ , મુન્નાભાઈ દ્વારા આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર , વસીમ રીઝવી જેવા અમાનુષી કૃત્યો કરનારા લોકો આજેપણ દેશમાં પોતાની શૈતાની માનસિકતાો બેબાક ચિતાર આપી રહ્યાં છે . વસીમ રીઝવીએ એક સમયે ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ એવા કુરઆન એ મજીદના આયતોને લઈને વિવાદિત બયાનો આપ્યા હતાં અને આજે એટલે કે , થોડા સમય અગાઉ ઈસ્લામ ધર્મના પયગમ્બર મુહમ્મક વિરૂધ્ધ એક પુસ્તક પ્રકાશિત કરી એ પુસ્તકમાં શબ્દે શબ્દે જુઠની વણઝરા કરી રહ્યાં છે . વસીમ રીઝવી સામે સરકાર દ્વાર કડકમાં કડક સજા કરવામાં આવે અને વસીમ રીઝવીને ફાંસી આપવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર વિરોધ અને રોષ સાથે ઝાલોદના મુસ્લિમ સમાજ દ્વારા ઝાલોદ આવેદનપત્ર આપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here