વયનિવૃત્ત થતા આચાર્યની શુભેચ્છા મુલાકાત લેતાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ

0
19

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની પટેલ ફળિયા ભથવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ધીરાભાઈ ખેમાભાઈ પટેલ આગામી તા. ૩૧/૧૦/૨૦૨૧ ના રોજ વય નિવૃત્ત થનાર છે. આચાર્યશ્રી ધીરાભાઈ પટેલનો વય નિવૃત્તિ સન્માન સમારોહ તા.૧૪/૧૦/૨૦૨૧ ના રોજ યોજાયો હતો. આ અવસરે દાહોદ જિલ્લાની પ્રાથમિક શિક્ષણની ધુરા સંભાળનાર શિક્ષણ પ્રત્યે સતત ચિંતનશીલ અને પ્રાથમિક શિક્ષણ સાથે અનોખી લાગણી ધરાવનાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબ દ્વારા પટેલ ફળિયા ભથવાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ધીરાભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી શિક્ષણાધિકારીશ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આચાર્યશ્રી એ પુષ્પહાર પહેરાવી સાહેબનું સ્વાગત કર્યું હતું. શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ સાહેબ દ્વારા શ્રી ધીરાભાઈ પટેલને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ ધીરભાઇ ને સમય મર્યાદામાં પેન્શન મળતું થઇ જશે તેમ જણાવવામાં આવ્યું હતું. તે પછી મયુરભાઈ પારેખ સાહેબ દ્વારા શાળાના બાળકો સાથે ગમ્મત સાથે ગોષ્ઠી કરેલ. જેમાં બાળકોએ નિશ્ચિત ધ્યેય સાથે જ આગળ વધવું જોઇએ તેમજ હંમેશા નીડર રહેવું જોઈએ તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

માનનીય DPEO દાહોદ. શ્રી મયુર પારેખ સાહેબે નિવૃત્ત થનાર આચાર્ય શ્રી ધીરાભાઈ પટેલને તેમના દીર્ધાયુ સાથે હવે શેષ જીવન નીરોગી, સુખી અને સમૃદ્ધિ રીતે પસાર થાય તથા આ શાળાને નિવૃત્તિ બાદ પણ પોતાની સેવા તથા માર્ગદર્શન આપતા રહે તે સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here