વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત લીમખેડાની સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

0
7

દાહોદ, તા. ૫ : દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આ નિમિત્તે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમોના ક્રમમાં આજે નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ બારીયા વન વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગ, દાહોદની સંયુક્ત કાર્યશાળા સાયન્સ કોલેજ, લીમખેડા ખાતે યોજાઇ હતી.
કાર્યક્રમમાં મદદનીશ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરએ વન્ય જીવ સંરક્ષક ધારો ૧૯૭૨ અંતર્ગત કાયદાઓ બાબત માર્ગદર્શન આપ્યું. મદદનીશ વન સંરક્ષક દેવગઢ બારીયા ડો. મીનલ જાનીએ ગુજરાતની જૈવિક વિવિધતા વિગતે વાત કરી હતી. ભારતના વિવિધ ટાઇગર રિઝર્વની આસપાસના અર્થતંત્ર વિશેની રસપ્રદ માહિતી આપી હતી. કાર્યક્રમમાં બારીયા વન વિભાગ તથા દાહોદ વન વિભાગના તમામ મદદનીશ વન સંરક્ષક, પરિક્ષેત્ર વન અધિકારીઓ, ફોરેસ્ટરો, બીટગાર્ડ તથા વટેડા મંડળીના સભ્યો તથા પ્રકૃતિ મિત્ર મંડળના સંભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ:- મુનિન્દ્ર પટેલ

દાહોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here