વડાલી શિક્ષણ સંઘ દ્વારા તાલુકા શિક્ષણાધિકારી મારફતે મુખ્ય મંત્રી શ્રી ને યોગ્ય માગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું

0
7

સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા શિક્ષણ સંઘ દ્વારા શિક્ષણાધિકારી મારફતે આજે યોગ્ય માગણીઓ સાથે આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી જેમાં સ્પષ્ટ માગણીઓ કરવામાં આવી છે કે આવેદનપત્ર મારફત , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , વડાલી , જી.સાબરકાંઠા દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે આવેદનપત્ર આપવામા આવ્યું . માનનીય મુખ્ય મંત્રી સાહેબ શ્રી , વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ , જિ . સાબરકાંઠા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંલગ્ન છીએ . ગુ.રા.પ્રા.શિ.સંઘ એ રાષ્ટ્રીય સ્તર પર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલ છે . અ.ભા.પ્રા.શિ.સંઘ એ ૩૦ લાખ પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતું એકમાત્ર સંગઠન છે . અ.ભા.પ્રા.શિ.સંઘ ૨૫ રાજયોમાં લગભગ ૨૩ લાખ જેટલા શિક્ષકોનું સભ્યપદ ધરાવે છે જે આંતર રાષ્ટ્રીય સ્તર પર એજ્યુકેશન ઈન્ટરનેશનલ ( E .. ) સાથે જોડાયેલ છે . E .।. લગભગ ૧૭૧ દેશોના ૩,૫૦,૦૦,૦૦૦ ( ત્રણ કરોડ પચાસ લાખ ) જેટલા શિક્ષકોની સંખ્યા ધરાવે છે . શિક્ષણની સ્થિતિમાં સુધારો લાવવા , શિક્ષણમાં સારા પરિણામો મેળવવા બાબતે અમારૂ સંગઠન કામ કરી રહ્યું છે . વર્ષ -૨૦૦૬ થી જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરે અમો ગુ.રા.પ્રા.શિ.સંઘ અને અ.ભા.પ્રા.શિ.સંઘ દ્વારા આંદોલન ચલાવી રહ્યા છીએ . અગાઉ માનનીય રાષ્ટ્રપતિશ્રી , માનનીય પ્રધાનમંત્રીશ્રી , માનનીય માનવ સંશાધન વિકાસ મંત્રીશ્રી , માનનીય મુખ્યમંત્રીશ્રી વિગેરેને આવેદનપત્રો આપવામાં આવેલ છે અ.ભા.પ્રા.શિ.સંઘની તા.૧૪-૧૫ નવેમ્બર ૨૦૨૧ ના રોજ બૌધ ગયા ( બિહાર ) ખાતમળેલ કારોબારી સભામાં ઠરાવ્યા અનુસાર તથા A.I.P.T.F. ની એક્શન કમિટી દ્વારા અમારી નીચે મુજબ જણાવેલ માંગણીઓ સંદર્ભે આંદોલન કાર્યક્રમ ચાલુ કરવા નિર્ણય લેવામાં આવેલ છે . તે અનુસાર આજ રોજ વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાહેબશ્રી ને આવેદનપત્ર આપવામાં આવે છે, અને આપ સાહેબશ્રી મારફતે અમારી માંગણીઓનું આ આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય અને આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીને પહોંચાડશો અને વિના વિલંબે જૂની પેન્શન યોજનાને ચાલુ કરવા અને અન્ય માંગણીઓનું પણ નિરાકરણ મળે તે માટે ચર્ચા કરવા પ્રતિનિધી મંડળને બોલાવવામાં આવે તેવી તક આપવા વિનંતી સાથે અ.ભા.પ્રા.શિ.સંઘની મુખ્ય માંગણીઓ પ્રશ્નો ( ૧ ) જૂની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી . ( ૨ ) સાતમા પગારપંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા . ( 3 ) જુદા જુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી આપવા . ( ૪ ) રાષ્ટ્રિય શિક્ષણ નીતિ -૨૦૨૦ માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દૂર કરવી . ગુ.રા.પ્રા.શિ.સંઘની મુખ્ય માંગણીઓ – પ્રશ્નો ( ૧ ) એસ.પી.એલ. રજા બાબતે નિર્ણય થવા બાબત . ( ૨ ) તા.૨૭-૪-૨૦૧૧ પહેલાં ભરતી થયેલ શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા બાબત . ( ૩ ) ૧૦ વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા બાબત , ( ૪ ) HTAT તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવા બાબત . ( ૫ ) બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા અને બદલી થયેલ શિક્ષકોને ૧૦૦ % છુટા કરવા tu_ ( પરેશકુાર પટેલ ) મંત્રી બાબત . ( ૬ ) કોરોનાના કારણે સી.સી.સી. પરીક્ષા લેવાયેલ ન હોય તો સી.સી.સી. પરીક્ષા માટે તા.૩૧-૧૨-૨૦૨૦ પછી મુદતમાં વધારો કરવા બાબત .આમ આવેદન આપતી વખતે શિક્ષણ સંઘ વડાલી ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા,

અહેવાલ: રમેશ પટેલ ( વડાલી )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here