વડાલી શહેર માં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો.

0
13

આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડાલી પ્રખંડ દ્વારા જે થોડા દિવસ પહેલા કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિંદુઓની કત્લેઆમ અને જધન્ય કૃત્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા રાષ્ટવ્યાપી વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન વિરોધમાં પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બહોળી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તા દ્વારા જુના પોલીસ સ્ટેશન આગળ વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાન- આતંકવાદી પ્રવૃતિઓ બંધ કરે અને પાકિસ્તાન વિરોધી ભારે સુત્રોચાર કરાયો હતો..આ સમયે વડાલી શહેર ના તમામ હિન્દૂ આગેવાનો હાજર રહ્યા હતા.વડાલી શહેર ના જુના પોલીસ સ્ટેશન આગળ પૂતળા દહન પણ કરાયું હતું..

રમેશ પટેલ.. પત્રકાર..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here