વડાલી શહેરની દૂધ ડેરી પાસે અર્બુદા માતાનો રથ આવી પહોંચતા વાજતે-ગાજતે સામૈયુ કરાયું

0
18

સાબરકાંઠા અરવલ્લી આંજણા ચૌધરી સમાજ સમિતિના ઉપક્રમે તારીખ 14 જૂન થી ખેડબ્રહ્મા થી પ્રારંભ થયેલ અર્બુદા રથ જે ખેડબ્રહ્મા તાલુકાના નાના-મોટા ગામડાઓ નું પરિભ્રમણ પૂર્ણ કરીને શુક્રવારે મોડી સાંજે વડાલી શહેરમાં પ્રવેશ કર્યો હતો. વડાલી શહેરના દૂધ ડેરી વિસ્તારમાં અર્બુદા માતાનો રથ આવી પહોંચતા વાજતે ગાજતે ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ પ્રસંગે સમાજની દિકરીઓ ભાઈઓ-બહેનો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માં અર્બુદા ના રથ ના વધામણા કર્યા હતા ત્યારે આ રથ વડાલી તાલુકાના આંજણા-ચૌધરી સમાજના ગામમાં ભ્રમણ કરશે.

રિપોર્ટર..રમેશ પટેલ…વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here