વડાલી માર્કેટયાર્ડ માં 1511 ની બોલી સાથે કપાસ ની ખરીદી નો થયો પ્રારંભ.

0
2

તાલુકા માર્કેટયાર્ડ માં આજ થી માર્કેટયાર્ડ ના ચેરમેન દ્વારા સત્યનારાયણ ભગવાન ની કથા સાથે કપાસ હરાજી નો થયો પ્રારંભ.

તાલુકા માર્કેટયાર્ડ માં આજ સવાર ના માર્કેટયાર્ડ ના ચેરમેન જ્યંતી ભાઈ પટેલ અને એમના ધર્મપત્ની કોદરી બેન દ્વારા નવીન માર્કેટયાર્ડ માં સત્યનારાયણ ની કથા કરવા માં આવી ત્યાર બાદ આજે નવરાત્રી ના પ્રથમ દિવસે પૂજા અર્ચના કર્યા પછી ચેરમેન અને નવનિયુક્ત ચૂંટાયેલા ડિરેક્ટરો તથા માર્કેટયાર્ડ ના સંભવિત ચેરમેન વિજય ભાઈ પટેલ ની હાજરી માં આજે તાલુકા માંથી આવેલ ખેડૂતો ના કપાસ ની હરાજી નો પ્રારંભ કરવા માં આવ્યો હતો આજ ના પ્રથમ દિવસે માર્કેટયાર્ડ ના વેપારી દ્વારા રૂપિયા 1001 થી 1511 રૂપિયા સુધી ની ઉંચી બોલી વેપારીઓ દ્વારા બોલાઈ હતી.આ સમયે નવા ચૂંટાયેલા ડિરેક્ટર વિજય પટેલ અને ચેરમેન જ્યંતી ભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટયાર્ડ માં પાકું વજન અને રોકડ નાણાં સાથે તમામ લોકો નો વિશ્વાસ જીતવા માટે માર્કેટ સતાવલ કટીબદ્ધ છે આજ ના નવરાત્રી ના પ્રથમ દિવસે 14 હજાર કિલો ઉપર કપાસ હરાજી માં વેચાણ માટે આવ્યો હતો.આમ વડાલી માર્કેટયાર્ડ માં કપાસ ની ઉંચા ભાવે ખરીદી થતા ઉપસ્થિત તમામ ખેડૂતો ખુશ જણાતા હતા.

તસવીર અને રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here