વડાલી ની ભંડવાલ હાઈસ્કૂલ માં નવરાત્રી મહોત્સવ ઉજવાયો..

0
11

ગામ ના સરપંચ અને માર્કેટયાર્ડ ના ડિરેક્ટર અને એસ.એમ.સી..પ્રમુખ નરેશ પટેલ રહ્યા ખાસ હાજર.

વડાલી તાલુકા ના ભંડવાલ ગામે આજે પી. આર. પટેલ હાઈસ્કૂલ મા પ્રાથમિક અને માધ્યમિક શાળા ના બાળકો નો નવરાત્રી મહોત્સવ ઉજવાયો. જેમાં માધ્યમિક સ્કૂલ પંકજભાઈ પટેલ તેમજ સ્ટાફ,પ્રાથમિક શાળાના આચાર્યશ્રી યોગેશ ભાઈ પટેલ તેમજ સ્ટાફ ની સાથે વિદ્યાર્થી મિત્રો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો અને નાના ભૂલકાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા અને મજા માણી હતી.
ગામ ના નરેશભાઈ સરપંચ ,વડાલી માર્કેટયાર્ડ ડિરેક્ટરશ્રી,અને ભંડવાલ SMC પ્રમુખ એવા યુવાન નરેશભાઈ પટેલ તરફથી સ્કૂલ ના તમામ 450 જેટલા બાળકોને નાસ્તો કરાવ્યો હતો..આમ તાલુકા ની ભંડવાલ ગામ ની હાઈસ્કૂલ માં તમામ બાલિકા ઓ સાથે વિધાર્થી ભાઈઓ બહેનો ગરબે રમ્યા હતા આમ સ્કૂલ માં નવરાત્રી ની ઉજવણી આજ સવાર ના સમયે પૂર્ણ થઈ હતી.

તસવીર અને રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here