વડાલી ના વાડોઠ ગામે વિશ્વ હિંન્દુ પરીષદ તથા બજરંગદળ દ્રારા ધ્વજા રોહણ કરાયું..

0
43

સંતો અને VHP તથા બજરંગ દળ ના આગેવાનો હાજર રહ્યા હતા.

વડાલી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાડોઠ ગામે આજે બપોરે ના સમયે જીતુભાઇ વસ્તાભાઇ પટેલ (આર એસ એસ આગેવાન છે તેઓ ની હાજરી માં વડાલી તાલુકાના વાડોઠ ગામ ખાતે આવેલ દુધ ડેરી ની સામે ધ્વજારોહણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જ્યાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ધર્મેદ્રભાઇ ભવાની વિશ્વહિંન્દુ પરીષદ ધર્મ પ્રચાર કેન્દ્રીય મંત્રી છે તેઓ ના હસ્તે ૫૧ ફૂટ લોબી ધ્વજા ને ઉપર ચઢાવી ધ્વજા રોહણ કરી જય શ્રી રામ ના નારા લગાવવા માં આવ્યા હતા વાડોઠ ગામે આવેલ મહાદેવ મંદીર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં માં હિન્દૂ ધર્મ નો મહિમા સમજાવી લોકોમાં હિન્દૂ ધર્મ પ્રત્યે જાગૃતતા આવે તેમજ વધુ માં વધુ માણસો વિશ્વહિંદુ પરિષદ તથા બજરંગ દળ માં જોડાઈ સંઘઠન મજબૂત બને તે સંદર્ભે સલાહ સુચન આપી માર્ગદર્શન આપવામાં આવેલ ઉપરોકત ધ્વજારોહણ તથા બેઠક ના કાર્યક્રમ માં મહંત શ્રી નિર્ગુણાનંદ ગીરિગીજી મહારાજ ભદામેશ્વરધામ ભદ્રેસર મંદિર સંત શ્રી),આત્માનંદગીરીજી મહારાજ(વારનેશ્વર મંદિર સંત શ્રી) સહીત ગામના ૧૦૦ થી ૧૫૦ જેટલા લોકો હાજર રહેલ.આમ વડાલી શહેર પછી કુબાધરોલ મોરડ સહિત ગણા ગામો માં ધ્વજા રોહણ કરવા માં આવ્યું છે ત્યારે આજે વડાલી ના વાડોઠ ગામે તમામ લોકો ની હાજરી માં ધ્વજા રોહણ કરવા માં આવ્યું.સમગ્ર ગામ માં દેશ ભક્તિ જેવો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here