વડાલી ના વડગામડા ગામના નયન પટેલ નું ખેડબ્રહ્મા ખાતે કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું,

0
8

નયન પટેલે 12 ગામ પાટીદાર સમાજ નું ગૌરવ વધાર્યું..

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેર પી.એસ.એ ઓક્સિજન પ્લાન્ટનું આજે દેશભરના રાજ્યોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાષ્ટ્રવ્યાપી સામૂહિક ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે જનરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલો જેમાં કોરોના મહામારી વખતે સારી કામગીરી કરવા બદલ કાર્યક્રમ ની અંદર વડાલી તાલુકા ના વડગામડા ગામના નયન પટેલ નું ખેડબ્રહ્મા ખાતે કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરાયું,હતું નયન પટેલ ને એવોર્ડ મળતા પાટીદાર સમાજમાં આનંદ ની લાગણી પ્રસરી હતી અને વડગામડા વાસીયો પણ ખુશ જોવા મળ્યા હતા.કાર્યક્રમ મા ઉપસ્થિત રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમના હસ્તે ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મોદડ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંઘવાન, સંગઠનના પદાધિકારી, આરોગ્ય કર્મીઓ, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તસવીર અને રિપોર્ટર.. રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here