વડાલી ના રામપુર ફુદેદા ના ગામલોકો દ્વારા મામલતદાર ને લેખિત માં રજુઆત કરાઈ.

0
7

વડાલીની ફુદેડા ગ્રામ પંચાયત દ્વારા ગૌચર માંથી વૃક્ષનું છેદન કરી સગેવગે કરતા રામપુર ફુદેડા ગ્રામજનો દ્વારા વડાલી મામલતદારને આવેદનપત્ર આપ્યું

વડાલી તાલુકાના ફુદેડા ગ્રામ પંચાયત દ્વારા ગૌચર માંથી નીલગિરિનાં વૃક્ષો છેદન કરી સગે વગે કરતા રામપુર ફુદેડાના ગ્રામજનો દ્વારા વડાલી મામલતદારને યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

મોદી સરકાર દ્વારા વૃક્ષ વાવો અને વરસાદ લાવો ની જાહેરાતો કરાઈ રહી છે ત્યારે વડાલી તાલુકામાં મા ઉલટી ગંગા વહી રહી હોય તેવા દૃશ્યો સામે આવી આવ્યા છે વડાલી તાલુકામાં લખેડા કંપા બાદ હવે ફુદેડા નો કિસ્સો સામે આવ્યો છે ફુદેડા ના ગૌચર માંથી 500થી વધુ નીલગીરી ના વૃક્ષોનું છેદન કરતા રામપુર ફુદેડાના પ્રકૃતિ પ્રેમિયો દ્ધારા છેલ્લા ત્રણ વર્ષ થી વડાલી ફોરેસ્ટ વિભાગ તાલુકા પંચાયત વડાલી પોલીસ સ્ટેશન મા્ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા જતો કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી વિરપ્પનો દ્ધારા ગૌચર નો નાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે રામપુર ફુદેડા ના પ્રકૃતિ પ્રેમીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

જે અંગે વડાલી મામલતદા એચ. વી. કોદરવી દ્વારા જણાવવામાં આવ્યું કે સર્કલ ઓફિસર દ્વારા યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here