વડાલી ના બી.આર.સી.ભવન ખાતે દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક સાધન સહાય કેમ્પ યોજાયો

0
11

વડાલી ખાતે ના કેમ્પ માં 300 જેટલા દિવ્યાંગો એ ભાગ લીધો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્યની ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા એલીમ્કો તથા જિલ્લા વહીવટીતંત્ર સાબરકાંઠાના ઉપક્રમે દિવ્યાંગ વ્યક્તિઓને તેમની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનુ મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ વગેરે કીટોનું નિઃશુલ્ક વિતરણ હેતુથી મૂલ્યાંકન શીબીર (એસેસમેન્ટ કેમ્પ)નું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પ સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ ૧ જુલાઇ થી ૧૫ જુલાઇ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકા સ્થળે યોજાશે. જે અંતર્ગત તારીખ ૬ જુલાઈ ૨૦૨૨ના રોજ શહેરના નવાનગર ખાતે આવેલ બી.આર.સી ભવન ખાતે માનનીય કલેક્ટર શ્રી ના માર્ગદર્શન હેઠળ સમાજ સુરક્ષા કચેરીના સંયોગથી આજે વડાલી ખાતે ૩૦૦ જેટલા દિવ્યાંગને વિવિધ પ્રકાર ની સહાય, સાધન અને મદદ પુરી પાડવામાં આવી હતી.આ પ્રસંગે SSA ના જિલ્લા IAD કો.ઓડીનેટર કીર્તિસિંહ ચૌહાણ,BRC કો.ઓડીનેટર ભરતભાઈ વણકર તેમજ દિવ્યાંગો માટે કામગીરી કરતા સ્પેશિયલ એજ્યુકેટર અને સ્પેશિયલ ટીચર દ્વારા બાળકોને આ કેમ્પમાં લાવવામાં આવ્યા હતા.આમ આજના કેમ્પમાં દિવ્યાંગો સાથે તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર..રમેશ પટેલ…વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here