વડાલી ના ધરોઈ રોડ પર ના સોલર પ્લાન્ટ નજીક અકસ્માત થતા એક વ્યક્તિ નું થયું મોત

0
6

વડાલી તાલુકાના વરતોલ પાટિયા પાસે શનિવાર રાત્રી ના સમયે બે કાર સામસામે ટકરાતા કારમાં સવાર ત્રણ લોકો ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેમાં એકની તબીયત વધુ ખરાબ થતા સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પરતું સારવાર દરમિયાન મોત થયું હતું

વડાલી-ધરોઈ માર્ગ પર આવેલા વરતોલ પાટિયા નજીક સોલર પ્લાન્ટ પાસે શનિવારે રાત્રી ના સમયે વડાલી શહેર બાજુ થી ધરોઈ તરફ એક કાર જઈ રહી હતી અને ધરોઈ તરફ થી અન્ય એક કાર વડાલી તરફ આવી રહી હતી. તે દરમિયાન વરતોલ પાટિયા નજીક સોલર પ્લાન્ટ પાસે જીજે.05.જેએ.9713 અને જીજે.02.ડિઈ.0422 બે કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાતા બંને ગાડીઓના ફુરચે ફુરછા નીકળી ગયા જેમાં પરમાર જયેશભાઈ રેવાભાઇ પઠાણ જુબેરખાન અહેમદખાન અને દિનેશભાઈ સોહનલાલ પ્રજાપતિ ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે વડાલી સિવિલમાં ખસેડાયા હતા જેમાં ખેડબ્રહ્મા ના પ્રજાપતિ દિનેશભાઈ સોહનલાલ નુ સારવાર દરમિયાન મોત થયું હતું.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here