વડાલી ના કેશરગંજ ગામ ના 100 પાટીદાર પરિવારો માં.ઉમિયા ના ચરણે…

0
17

પગપાળા ઉજા કુળદેવી ના દર્શને જનાર માં યુવાનો સૌથી વધુ..

વડાલી તાલુકાના કેશરગંજ ગામ માં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. જે સમાજ ની કુળદેવી માં ઉમિયાના ચરણોમાં માથું ટેકાવવા છેલ્લા 12 વર્ષથી ગ્રામજનો સંઘ લઈ પગપાળા યાત્રા ખેડી ધન્ય થઈ રહ્યા છે. આજે શુક્રવાર સવારે તા.31/12/2021 ના રોજ 100 પદયાત્રીઓ સાથેનો સંઘ રવાના થયો છે. ભક્તિમય ગીતો અને માં ઉમિયા માતાના જયઘોષ લગાવતા માર્ગ પર તેમજ વડાલીમાંથી પસાર થતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. ત્રણ દિવસની પદયાત્રા ખેડી તા.2/1/2022 ને રવિવારે ઉમાધામ ઊંઝા પૉહચશે જ્યાં પદયાત્રીઓ માના ચરણોમાં માથું ટેકવી ધજા ચડાવશે. સાથે આ સમગ્ર પગપાળા સંઘનું આયોજન પટેલ ગોપાલભાઈ શિવાભાઈ અને પટેલ રમેશભાઈ નારાયણભાઈ આ બંને યુવાનોએ દર વર્ષે ખૂબ સુંદર આયોજન કરે છે અને આ વર્ષે પણ ખૂબ મહેનત અને ખંત થી માં ઉમિયાં ની શ્રદ્ધા રાખી ત્રણ દિવસનું આયોજન ખૂબ ચીવટ અને જવાબદારી સાથે પૂર્ણ કરાવશે તેવી માં ઉમિયા આ બંને યુવા મિત્રો ને અને પગપાળા જતા સમગ્ર ગ્રામજનોને ખૂબ ભંડાર ભરેલા રાખે અને ગામ ના દરેક વ્યક્તિઓનું શરીર નિરોગી રાખે તેવી માં કુળદેવી માં ઉમિયાને પ્રાર્થના કરું છું…..

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here