વડાલી ના ઉમિયા નગર નું આ દ્રશ્ય કોઈ નો ભોગ લે તેના પહેલા વીજ તંત્ર જાગશે ખરું.?

0
12


લીલા વેલા નું કાયમી સામ્રાજ્ય હટશે તો ખરું ને..

વડાલી ના ઉમિયાનગર કંપા ના લોકો ને ચોવીસ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે સરકારે તમામ ગામડાઓ ની જેમ જ્યોતિગ્રામ વીજપુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા તો કરાઈ છે પણ છેલ્લા કેટલાય સમય થી ઉમિયા નગર પાસે જ્યોતિગ્રામ ની વીજ ડીપી પર લીલા વેલા અને ડાળી ઓનું સામ્રાજ્ય છવાયેલ છે ત્યારે ઉમિયાનગર ના જાગૃત નાગરિક જયેશ પટેલ ના જણાવ્યા મુજબ અહીં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે ત્યારે અહીંના રહીશો ડી.પી.પાસે જાય છે ત્યારે ચોમાસા ની સિઝન માં ભેજ ના લીધે કરન્ટ આવવા નો ભય રહે છે ત્યારે અહીંના રહીશો ની માંગ છે કે આ ડીપી પર ના વેલા નું સામ્રાજ્ય દૂર કરવા માં આવે અને વિજપોલ ની સાફ સફાઈ યુ.જી.વી.સી.એલ.દ્વારા કરવા માં આવે નહિ તો હોય કોઈ વ્યક્તિ નો કરંટ થી ભોગ લેવાશે તો જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે પરંતુ હાલ તો ઉમિયાનગર ના રહીશો તાત્કાલિક વિજડીપી ની સફાઈ થાય તેવી માંગ કરે છે હવે જોવા નું રહ્યું કે વડાલી વીજ તંત્ર કેટલું સજાગ બને છે..

તસવીર અને અહેવાલ..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here