વડાલી તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખ તરીકે નરેશ પટેલ સહિત તમામ હોદેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી,

0
13

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા ના નવીન ચૂંટાયેલા સરપંચ શ્રીઓ ની બેઠક મળી જેમાં સરપંચ દ્વારા સરપંચ એસોસિએશન ના પ્રમુખ તરીકે નરેશ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી,

ઉપપ્રમુખ તરીકે ભાટી ચંદ્રિકાકુમાર નરેન્દ્ર સિંહ ની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી..

મંત્રી તરીકે પટેલ પ્રકાશભાઇ જોઈતાભાઇ ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી.

આજ રોજ મળેલ મીટીંગ માં સલાહકાર સમિતિ ની રચના કરવામાં આવી જેમાં
પટેલ વિનોદ કુમાર માવજીભાઈ બડોલ ગ્રામ પંચાયત ના સરપંચ તથા પટેલ જસુભાઇ હરિભાઈ વાડોઠ ગ્રામ પંચાયત તથા રબારી અરવિંદભાઇ માવજીભાઈ.માલપુર ગ્રામ પંચાયત તથા ખાંટ ગણપત ભાઈ શંકરભાઇ .વાસણા (અ) ગ્રામ પંચાયત ચેઁનવા હંસાબેન રમેશભાઇ.ચુલ્લા ગ્રામ પંચાયત તથા પટેલ નીતાબેન અશોકભાઇ.નાદરી ગ્રામ પંચાયત તથા પટેલ લીલાબેન પ્રવીણભાઇ હિમંતપુર ગ્રામ પંચાયત તથા કુંપાવત ભવરસિંહ રણજીતસિંહ,ભાવનગઢ ગ્રામ પંચાયત ના સરપંચો ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.ત્યારે નવ નિયુક્ત પ્રમુખ તરીકે વરણી થયા પછી નરેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનાર સમય માં તમામ સરપંચો ની સાથે રહી એસોશોએશન કામ કરશે.જોકે નરેશ પટેલ વડાલી માર્કેટયાર્ડ ના ડિરેક્ટર પણ છે ત્યારે તમામ ની હાજરી માં સરપંચ એસોસિએશન ના હોદેદારો ની વરણી સમમ્પન થઈ હતી.

રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here