વડાલી તાલુકા માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રેરિત ઉમિયા રથ ને પ્રચંડ પ્રતિસાદ..

0
7

કોઈ આગેવાન નહિ કોઈ નેતા નહિ સ્વંય ઉમિયા માતાજી રથ માં બેસી ગામડાઓ માં આવ્યા..

વડાલી શહેર સહિત તમામ પાટીદારો ના ગામો માં ઉમિયા રથ નું ભવ્ય સ્વાગત અને પ્રવેશ.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સામાજિક શક્તિ ને ઉમિયાજી ની ભક્તિ માં ભેળવવા નો નમ્ર પ્રયાસ..

તાલુકા ના તમામ કચ્છી પાટીદારો ના કંપાઓ માં ઉમિયા રથ નું ભવ્ય સ્વાગત.

માતાજી ના દિવ્ય રથ થી પાટીદારો માં નવી ઉર્જા.

પાટીદાર દીકરા દીકરીઓ
માટે 108 નામનું સામાજિક સંગઠન તૈયાર કરવા નું સ્વપ્ન..

માં ઉમિયા ના દિવ્ય રથ થી પાટીદારો ભક્તિ ની શક્તિ દ્વારા એક થશે….આર.પી.પટેલ..પ્રમુખ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

વડાલી તાલુકા ના પાટીદાર પ્રભાવિત ગામડાઓ માં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રેરિત ઉમિયા માતાજી નો રથ તાલુકા ના રહેડા હિમતપુર હાથરવા જામરેલા કમ્પા વડાલી કમ્પા સહિત વડગામડા થુરાવાસ સહિત વડાલી શહેર સહિત પાટીદારો ના તમામ નાના મોટા ગામો અને કમ્પાઓ માં ખુબજ આયોજન બદ્ધ રીતે ઉમિયા રથ નું પરિભ્રમણ થયું ત્યારે તમામ ગામો માં પ્રવેશ દ્વાર માં પાટીદાર દીકરીઓ તથા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા કરવા માં આવી હતી તમામ ગામડાઓ રસ ગરબા રમતા હતા તથા તમામ ગામડાઓ માં ઉપસ્થિત તમામ પાટીદારો મહાઆરતી કરતા નજરે પડ્યા હતા ત્યારે એક વાત નોંધ કરવા જેવી હતી મોટા ભાગ ના ગામડાઓ માં ચાલુ વરસાદે પણ ઉમિયા રથ નું ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું.તમામ ગામડાઓ માં રથ સાથે અમદાવાદ થી આવેલ નાનું ભાઈ પટેલ દ્વારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની સમાજ ને ઉપયોગી પ્રવૃતિઓ ની માહિતી આપવા માં આવી હતી.વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની તમામ પાટીદારો માટે ખાસ ઉમા છત્ર વીમા યોજના તથા પાટીદાર સમાજ ના લોકો ને ઉપયોગી માહિતી આપવા માં આવતી હતી.વડાલી તાલુકા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રેરિત ઉમિયા રથ ને હકીકત માં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો.પાટીદાર ની ભક્તિ અને શક્તિ નો સંયોગ થી માં ઉમિયા ની ભક્તિ વધુ મજબૂત બનતી અમે જોઈ હતી.આ ઉમિયા રથ ની ખાસ વાત તો એ રહી કે અહીંયા કોઈપણ પ્રકાર ની પાવતીઓ કે રકમ એકઠી કરાતી નહતી.આયોજકો ના જણાવ્યા મુજબ સૌથી ઉંચા ઉમિયા મંદિર નું અમદાવાદ ના જાસપુર મુકામે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પાટીદારો ની કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેક પાટીદારો ને દર્શન આપવા તમામ ગામડાઓ માં સામે થી આવ્યા છે. વડાલી તાલુકા માં ભરત ભાઈ પટેલ અને ઉત્સવ પટેલ આ બે વ્યક્તિઓ ઉમિયા માતાજી રથ ની સાથે સતત જોડાયેલ હતા ત્યારે સાબરકાંઠા જિલ્લા ના મુખ્ય જવાબદાર સઁજય ભાઈ પટેલ ના જણાવ્યા મુજબ વડાલી તાલુકા માં ઉમિયા રથ માં બેસી ઉમિયા માં..તમામ પાટીદારો નેજ દર્શન આપી પછી ઇડર ના ગામડાઓ માં રથ પરિભ્રમણ થશે.આમ પાટીદારો ની શક્તિ ને સામાજિક એકતા માં જોડી પાટીદારો એક બની માતાજી પ્રત્યે વધુ ભક્તિ ના તાંતણે બધાય એવા શુભ આશય થી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ થી નીકળેલ ઉમિયા રથ ને વડાલી તાલુકા પ્રચંડ સમર્થન સાથે ઉમિયા રથ ની વિદાય સાથે ઇડર તાલુકા માં પ્રવેશ થયો.

તસવીર અને રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here