વડાલી તાલુકા નો ખેડુત હરખાયો અને પછી મન માં..મુજાયો.

0
6

કપાસ ની હરાજી માં સારા ભાવ થી હરખાયો..

ઓછા ઉત્પાદન ઓછા વરસાદ ના લીધે મન માં મૂજાયો..

કપાસ ના પાક માં સુકારો ઈયળ નો ઉપદ્રવ ઓછું ઉત્પાદન.
લીલા કપાસ ના પાન જોઈ સપના ના વાવેતર નો મહેલ જમીન દોસ્ત.

વડાલી તાલુકા માં કપાસ ના પાક નું બમ્પર વાવેતર અને ઉત્પાદન દર વર્ષે થાય છે ત્યારે ચાલુ વર્ષે હરખ ભેર કપાસ નું વાવેતર કરાયું.હવે જ્યારે કપાસ નો પાક તૈયાર થઈ બજાર માં આવી રહ્યો છે ત્યારે નવરાત્રી ના પ્રથમ દિવસે વડાલી માર્કેટયાર્ડ માં 1550 રૂપિયા સુધી ના ભાવ મળતા ખેડૂતો ના હરખ નો પાર ન રહ્યા પરંતુ થોડી વાર માં હરખાયેલ ખેડુત મન માં મુજાયો કારણ કે વડાલી તાલુકા થોડો થોડો વરસાદ વરસતો રહ્યો જેની સીધી અસર ખેડૂતો ના કપાસ ના પાક પર થઈ.એક બાજુ ઓછો વરસાદ ચિતા નું કારણ તો બીજી બાજુ કપાસ માં પાક માં શરૂઆત માં ઈયળ ને લઈ મોગી દવાઓ વપરાય જે આર્થિક બોજો પડ્યો તો બીજી બાકી કપાસ ના પાક માં ભયકર સુકારો આવવા ના લીધે કપાસ નો પાક ફેલ થયા જેવું છે.જે છોડ પર કપાસ ની કરી હતી તે કપાસ બજાર માં લઇ ખેડુત આવ્યો સારા ભાવ મળ્યા પણ હવે આગળ શું.આ પ્રશ્ન ને લઈ ખેડુત મન ને મન મો મુજય છે કોઈ ખેડુત ને લગ્ન કરવા ના છે તો કોઈ ને મકાન તો કોઈ ને કૂવો બોર પણ પૈસા હવે શું.આ બાબતે લઈ જગત ના તાત ની પરિસ્થિતિ એક સાધે ને તેર તૂટે તેવી છે એક બાજુ કપાસ ના સારા ભાવ તો બીજી બાજુ પૂરતું ઉત્પાદન નથી.આમ એક બાજુ ખુશી તો બીજી બાજુ નિરાશા. હકીકત માં આ જગત નો તાત જ આટલું નુકશાન સહન કરી શકે.ઓછા વરસાદ અને કપાસ મગફળી સહિત નો પાક ફેલ આ બાબતે ખેતીવાડી ખાતું જો ખેડુંતો ના હિત માં સારું વિચારે તો જગત નો તાત જીવવા લાયક રહે હાલ તો વડાલી તાલુકા ના ખેડૂતો ભગવાન ભરોસે છે.

તસવીર અને રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here