વડાલી તાલુકા ના જામરેલા કંપા માંથી 10 ફૂટ લોબા અજગર નું રેસ્ક્યુ કરાયું.

0
3


વડાલી ના જામરેલા કંપા ના કચ્છી પાટીદાર પટેલ પરસોતમ ભાઈ ના મગફળી ના ખેતર માંથી અંદાજીત દસ ફૂટ લાંબા અજગરે દેખાઈ દેતા.પરસોતમ ભાઈ એ કમ્પા ના જાગૃત નાગરિક સુરેશ ભાઈ ને જાણ કરતા સુરેશભાઈ સાથે અંજન અને હર્ષ સ્થળ પર પહોંચી મગફળી ના ખેતર માંથી ભારે જહેમત પછી અજગર ને પકડી કોથળા માં નાખી ઘરે લાવ્યા હતા ત્યાર પછી ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ ઓફિસર વિજય સિંહ ચાવડા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને અજગર ને સલામત સ્થળે લઈ જઈ એને છોડી મુકાયો હતો આમ જીવદયા પ્રેમી સુરેશ ભાઈ પટેલ અને સાથી યુવા મિત્રો દ્વારા માનવતા પૂર્ણ કર્યા ને લોકો આવકારી રહ્યા છે.ત્યારે અજગર પકડાયા ના સમાચાર વાયુવેગે પ્રસારિત થતા જીવિત અજગર ને જોવા લોકો જામરેલા કમ્પા સ્થળ પર દોડી આવ્યા હતા.

તસવીર અને રિપોર્ટર…રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here