વડાલી તાલુકા કિસાન સંઘ દ્વારા ચોરીવાડ સબ સ્ટેશન ખાતે ધરણા કરાયા.

0
13

દિવસે જ કિસાનોને વીજળી મળે તે મુખ્ય માંગ રહી.
.
કિસાન સંગ ના પ્રમુખ માધા ભાઈ પટેલ અને જિલ્લા કોષદયક્ષ ઈશ્વર ભાઈ પટેલ રહ્યા હાજર.

વડાલી તાલુકા કિસાન સંઘ દ્વારા મંગળવારે વહેલી સવારે થી ચોરીવાડ સબસ્ટેશન ખાતે ખેડુતોને દિવસે વીજળી મળે તે મુખ્ય માંગણી સાથે ધરણાનો કાર્યક્રમ કિસાન સંઘના તાલુકા પ્રમુખ માધાભાઈ પટેલની આગેવાનીમાં યોજાયો હતો.વડાલી તાલુકા કિસાન સંઘના પ્રમુખ માધાભાઈ પટેલ ના જણાવ્યા મુજબ આજ રોજ 66 કેવી સબસ્ટેશન ચોરીવાડ ખાતે તાલુકા કિસાન સંઘ અગ્રણીઓ દ્વારા ખેડુતોને દિવસે જ વીજળી મળે તે મુખ્ય માંગણી સાથે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં યુજીવીસીએલના મુખ્ય ઈજનેરની ખેડુતોને દિવસે જ વીજળી આપવાનું આશ્વાસન આપતા કિસાન સંઘ દ્વારા ધરણાંનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ખેડુતોને રાત્રીના બદલે દિવસે જ વીજળી મળે તેવી મુખ્ય રજુઆત સાથે જિલ્લામાં ઠેર ઠેર ધરણા પ્રદર્શનના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે ત્યારે તેના ભાગરૂપે ચોરીવાડ સબ સ્ટેશન ખાતે પણ વડાલી તાલુકા કિસાન સંઘ દ્વારા ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર..રમેશ પટેલ.. વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here