વડાલી તાલુકાના રહેડા માં સસ્તા અનાજ ના દુકાનદાર દ્વારા અનાજનો જથ્થો સમયસર ન આપતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં વડાલી મામલતદાર ઓફીસે જઈ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.

0
18

વડાલી તાલુકાના રહેડામાં સસ્તા અનાજના દુકાનદાર કમલેશ કાનજીભાઈ વણકર દ્વારા 170 પરિવારોના રાશન ધારકોને પર્યાપ્ત અનાજનો જથ્થો ન આપતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉગ્ર રજૂઆત સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે કમલેશ વણકર દ્વારા અનાજ ઓછું આપતા ગ્રાહકો રજૂઆત કરવા જાય છે તો ગ્રાહકોને ધમકી આપવામાં આવે છે કે હું એસ.સી જાતિનો છું તમાને ખોટા કેસમા ફસાવી દઈશ. કમલેશ એ અગાઉ પણ અનાજ વિતરણ ગેરરીતિ કરી હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો

પરંતુ હાલ કોના લાયસન્સ પર કમલેશ સસ્તા અનાજની દુકાન ચલાવી રહ્યો છે કોની રહેમ નજર થી કમલેશ દુકાન ચલાવે છે એ ગ્રામજનોને હજી સુધી ખબર પડી નથી. ગ્રામજનો દ્વારા વડાલી મામલતદાર સમક્ષ ચીમકી ઉચ્ચારવામા આવી હતી કે કમલેશ ને અનાજ વિતરણ પ્રક્રિયા માંથી દૂર કરી કોઈ યોગ્ય વ્યક્તિને અનાજ વિતરણ ની કામગીરી સોંપવામાં નહીં આવે તો રહેડા ગામના લોકો દ્વારા તા. 08/09/21 ના રોજ વડાલી મામલતદાર કચેરી ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશે.જોકે જિલ્લા પંચાયત બાધકામ સમિતિ ના ચેરમેન કાંતિ ભાઈ પટેલ તથા નાયબ મામલતદાર એન.ડી.પટેલ અને વડાલી તાલુકા મામલતદાર દ્વારા ખાત્રી અપાઈ કે આવનાર દિવસો માં જ રેશનિંગ નો પુરવઠો મળવા નો ચાલુ થઈ જશે ની ખાત્રી મળતા તમામ લોકો પરત ફર્યા હતા..

તસ્વીર.અહેવાલ..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here