વડાલી તાલુકાના જામરેલા ના વ્યક્તિ એ સરકાર ની મદદ વગર જ રસ્તો સાફ કર્યો.

0
4

સરકારી તંત્ર ફરજ ચૂક્યું તો નાગરિકો એ ફરજ અદા કરી..

સુરેશ ભાઈ પટેલે સ્વ ખર્ચ રસ્તો સાફ કર્યો

વડાલી તાલુકામાં તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી.તંત્ર દ્વારા કામમાં નિષ્ક્રિયતા દાખવતા વડાલી તાલુકાના જામરેલા પાસે રોડ ઉપર ઊગી નીકળેલી ઝાડિયો ગામના જાગૃત નાગરિક દ્વારા સ્વખર્ચે દૂર કરાઈ
ચોમાસાની સીઝન માં વળાંક વાળા રોડ રસ્તાઓ પર ઊગી નીકળતી ઝાડિયો ના કારણે અકસ્માત ના બનાવો બનતા હોય છે. જેને લઈને વડાલી તાલુકાના જામરેલા થી ઈડર તરફ જતા પર ચોમાસાના કારણે ઉગી નીકડેલી ઝાડીયો ને કારણે અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે. જેને લઈ ને ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતા તંત્રના અધિકારીઓ નિષ્ક્રિયતા દાખવતા હોઈ જે કાર્ય સરકારને કરવાનુ હોય એ કામ જામરેલા ના જાગૃત નાગરિક પટેલ સુરેશભાઈ અને તેમના પુત્ર દ્વારા સ્વખર્ચે ટ્રેક્ટર વડે ઝાડીયો દુરકરાઈ હતી. જે જોતા ભાજપ શાશિત વડાલી તાલુકાનો વિકાસ ના કામો માં લાલીયાવાડી જોવા મળી રહી છે.

તસવીર અને અહેવાલ..રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here