તમામ નાના મોટા આરોગ્ય કર્મીઓ ની મહેનત થી એક લાખ વ્યક્તિઓ સુધી અમે પહોંચ્યા…વડાલી તાલુકા હેલ્થ ઓફિસર..
વડાલી સહિત સમગ્ર દેશ માં 100 કરોડ લોકો ને કોરોના રસી કરણ કરાયું છે ત્યારે તમામ જગ્યાએ કોરોના વોરિયર્સ ને આવકારવા માં આવી રહ્યા છે ત્યારે વડાલી તાલુકા ના વડાલી શહેર ના અર્બન હેલ્થ અને ડોભાડા અને થેરાસના સહિત તમામ નાના મોટા ગામડાઓ કોરોના રસીકરણ માટે પ્રયત્નો કરવા માં આવ્યા હતા જેના ભાગ રૂપે અત્યાર સુધી માં સમગ્ર વડાલી તાલુકા માં એક લાખ વ્યક્તિઓ ને કોરોના ની રસી અપાઈ ચુકી છે જેના મૂળ માં તમામ આરોગ્ય કર્મીઓ છે રાત દિવસ એક કરી ઘરે ઘરે ફરી કોરોના રસી લેવા માટે તમામ લોકો ને સમજાવવા માં આવ્યા ત્યારે આજે એના ફળ રૂપે દેશ માં 100 કરોડ તો વડાલી માં 1 લાખ કરતા વધુ વ્યક્તિઓ ને રસી આપી નાનું પણ ઉચિત યોગદાન આપેલ છે.આમ પ્રથમ અને બીજો ડોજ મળી કુલ વડાલી તાલુકા માં1,02,163 ભાઈઓ બહેનો અને લોકો ને કોરોના રસી અપાઈ ચુકી છે અને હજુ પણ બાકી લોકો ને રસી આપવા નું કામ ચાલુ છે.તાલુકા હેલ્થ ઓફિસરે 1 લાખ નો ઓકડો પાર કરાવવનાર તમામ નાના મોટા કર્મચારીઓ ના લીધે આ મુકામ પર પહોંચી શક્યા છે તેમ જણાવ્યું હતું.ખરેખર વડાલી તાલુકા ના તમામ ડોક્ટરો અને આરોગ્ય સાથે જોડાયેલા તમામ આરોગ્ય કર્મીઓ ની કામગીરી સુંદર રહી છે..
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી