વડાલીમાં દેવ-દિવાળીએ મંદિરોમાં અન્નકૂટ ભરાયો..

0
6

આજે શુક્રવારે કારતક સુદ પૂનમે દેવ-દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા સહિત વડાલીના મંદિરોમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર અને વિશેષ આરતી-પૂજન સહિતના અનેક વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.દેવ-દિવાળી અને કારતક સુદ પૂનમને લઈ મંદિરોમાં વહેલી સવાર થી ભક્તોનું ઘોડાપુર ઉમટયુ હતું.તેમજ વડાલી શહેરમાં આવેલ મંદિરોમાં અન્નકૂટ અને મહાઆરતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાલી શહેરના જી.ઈ.બી માર્ગપર આવેલ મોટા હનુમાનજી મંદિરે કારતક સુદ પૂનમે અન્નકૂટ ભરાયો હતો. જેમાં દાદાના ચરણોમાં વિવિધ પ્રકાર ની અનેક મીઠાઈઓ તેમજ વાનગીઓના થાળ ધરાવવામાં આવ્યા હતા ત્યારે બપોરે ૧૨ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી હનુમાન દાદા ના ચરણોમાં માથું ટેકવ્યું હતું જ્યારે આ સમગ્ર આયોજનમાં રાજુભાઈ માળી,પશાભાઈ વણકર અને જય ભાવસાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી તેમજ વડાલી શહેરમાં આવેલ પૌરાણિક ચામુંડા માતાજી મંદિરે પણ અન્નકૂટ ભરાયો હતો જેમાં માઁ ના ચરણોમાં વિવિધ પ્રકાર ની વાનગી સાથે ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો જ્યારે ભક્તોએ અન્નકૂટનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર:-રમેશ પટેલ..વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here