
17 સપ્ટેમ્બર 2021 ના રોજ માનનીય વડાપ્રધાન અને યુગ પુરુષ એવા મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે બડોલી ગામના ભાઈ બહેનો દ્વારા (પોસ્ટકાર્ડ) પત્ર લેખન કાર્યક્રમ થકી મોદીજીને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે 17 સપ્ટેમ્બર ના રોજ બડોલી બંધ વિસ્તાર અને પટેલ સમાજવાડી ના ગણેશ પંડાલ ખાતે હાજર તમામ ગ્રામજનો દ્વારા પોસ્ટ કાર્ડ લખી જન્મ દિવસ ની સુભકમનાઓ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તેમજ ઇડર તાલુકા પંચાયતના સદસ્ય અને બડોલી,બુઢિયા,દેત્રોલી મત વિસ્તાર ના કિરણબેન યોગેશભાઈ પટેલ દ્વારા કરાયું હતું. તાલુકા સદસ્ય દ્વારા પોસ્ટકાર્ડ,પેન સહિત ની સામગ્રી પુરી પાડવામાં આવી હતી. તેમજ મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે ગણપતિબાપ્પા આરતી ઉતારી વડાપ્રધાન ના નિરીગી દીર્ઘાયુ ની પ્રાર્થના કરાઇ હતી.