વડાપ્રધાન નાં 71 માં જન્મ દિવસની ઉજવણી આયોજન માટે ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજાઈ..

0
6

સેવા સપ્તાહ ઉજવણી નાં ભાગરૂપે 20 દિવસમાં જુદાં જુદાં 71 સેવા કાર્યો કરાશે..પાટણ તા.9આગામી તા. 17 મી સપ્ટેમ્બર નાં રોજ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં 71 માં જન્મ દિવસની ઉજવણી નાં ભાગરૂપે આયોજિત કરવામાં આવનાર વિવિધ સેવાકીય પ્રવૃતિઓના આયોજન અને તેની રૂપરેખા આપવા ગુરૂવારના રોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા જિલ્લા પ્રભારી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિની ઉપસ્થિતિમાંજિલ્લા ભાજપ નાં આગેવાનો અને કાર્યકરો ની મહત્વની બેઠક યોજાઈ હતી.જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી કાર્યક્રમો બાબતે રૂપરેખા ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે સાથે આગામી 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મ દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં આયોજીત સેવા સપ્તાહ ઉજવણી ના ભાગરૂપે 20 દિવસના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા જેમાં જિલ્લાના 14 મંડળોના મંડળદિઠ 5 કાર્યક્રમો મળી કુલ 70 કાર્યક્રમ સાથે 1 જિલ્લા લેવલનો કાયૅક્રમ મળી કુલ 71 કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્વાસ્થ્ય સેવા લક્ષી વૃક્ષારોપણ, સેવા વસ્તીમાં કીટ વિતરણ જેવા અનેક કાર્યક્રમો માટે નું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હોવાનું પાટણ જિલ્લા ભાજપ મિડિયા સેલના કન્વીનર જયેશભાઇ દરજીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here