વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસની ઉજવણીને લઈને જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે યોજાઇ બેઠક

0
8

નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસની યુવા ભાજપ દ્વારા અનેરો ઉત્સાહ.. અધ્યક્ષ કિરીટ પટેલયુવા ભાજપ દ્વારા મોદીજી ના જન્મદિવસ નિમિત્તે વિવિધ સ્થળ ઉપર કરાશે ઉજવણીઆજરોજ તા.૧૧. સપ્ટેમ્બર ના રોજ જીલ્લા કાર્યાલય *”દિનદયાલ ભવન”* ખાતે જીલ્લા યુવા મોરચા ની બેઠક યોજાઈ હતી, આ યોજાયેલી બેઠકમાં જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ પ્રભારી શ્રી અજીતભાઈ વાઢેર ઉપસ્થિત રહ્યા હતા,

જે બેઠકમાં આગામી ૧૭.સપ્ટેમ્બર ના રોજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીની વર્ષગાંઠ નિમિતે જીલ્લા યુવા મોરચા દ્વારા વિવિધ સ્થળોએ અનેરી ઉજવણી થાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બેઠકમાં અધ્યક્ષ કિરીટપટેલે યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ સભ્યોને પુરતુ માર્ગદર્શન આપ્યું હતું, સાથે સાથે પાર્ટીની નીતિ મુજબ આગામી સમયમાં થનારા કાર્યક્રમોના આયોજન સાથે અધુરી કામગીરી સત્વરે પૂરી કરવા સાથે આવનારા દિવસોમાં પાર્ટી દ્વારા સૂચવવામાં આવેલ કાર્યક્રમો વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું.

વસીમખાન બેલીમ.. માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here