વડગામ મામલતદાર ઓફીસ ખાતે દેશ ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧,મા જન્મ દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી

0
17

વડગામ મામલતદાર ઓફીસ ખાતે દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસ નિમિતે વડગામ મામલતદાર શ્રી ડી એમ પરમાર ના અધ્યક્ષ સ્થાને જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમા વડગામ તાલુકા પંચાયત ના પ્રમુખ પરથીભાઈ ગોળ, વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિહ રાણા તેમજ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ વિજયભાઈ ચક્રવતિ વડગામ જિલ્લા સિટના સદસ્ય ફલજી ભાઈ ચૌધરી ડેલીગેટ શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ અને વડગામ ગ્રામ સચિવાલય ના સરપંચ શ્રી ભગવાનસિહ પી સોલંકી તેમજ અન્ય આગેવાન શ્રી ઓ હાજર રહેલ જેમા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ૭૧ મા જન્મ દિવસ નિમિતે વડગામ તાલુકા ના લાભાર્થીઓને સરકાર શ્રી ની વિવિધ યોજનાઓ હેઠળ લાભ આપવામાં આવેલ

જેમા કુપોષણ બાળકોને રેશનીંગ કીટ આપવામાં આવેલ જયારે કોરોના મહામારી સમયે જેના માત પિતા કે ઘરનો મોભી ના અકાળે મૃત્યુ થયા હતા તેમના પરીવાર જનો ને સહાય રૂપે ચેક આપવામાં આવ્યા હતા જયારે ઉજાલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા અને કોરાના વોયર્સ ને સન્માન પત્ર આપવામાં આવ્યાં હતા જમાં વડગામ મામલતદાર ઓફીસ સ્ટાફ તેમજ વડગામ તાલુકા ના સરપંચ શ્રી ઓ તાલુકા ના સસ્તા અનાજની દુકાન દારો અને લોકો હાજર રહી ને દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શ્રી ના ૭૧ મા જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી …રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here