વડગામ નવઝલા ઠાકોર સમાજ દ્વારા શ્રી પરબતજી ઠાકોર નું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો

0
24

આજરોજ સકલાણા ગામે આશાપુરા માતાના મંદિરમાં સંકુલ માં ઠાકોર સમાજ દ્વારા શ્રી પરબતજી ઠાકોર કારોબારી સભ્યશ્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા નો સત્કાર કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ઠાકોર સમાજના નવઝલા ના આગેવાનો અને પ્રમુખશ્રી પ્રતાપજી ઠાકોર અને મંત્રી શ્રી સોમાજી ઠાકોર કારોબારી અધ્યક્ષ વડગામ તાલુકા પંચાયત શ્રી નથુજી ઠાકોર શ્રી લાલાજી ઠાકોર મહામંત્રી વડગામ તાલુકા ભાજપ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ ના પ્રમુખ દિનેશજી ઠાકોર અને વડગામ તાલુકો નવઝલા ના પ્રમુખ અને મંત્રીઓ અને ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા આ સમયે શ્રી પરબતજી ઠાકોર (સકલાણા) ની કારોબારી સભ્ય શ્રી પ્રદેશ બક્ષીપંચ મોરચો ગુજરાત ભાજપ ની નિમણૂક ને આવકારી અને અભિનંદન પાઠવી ફૂલહાર સાલ અને પાઘડી પહેરાવી ને સમાજના આગેવાનો એ ભવ્ય સ્વાગત કર્યું હતું સમાજના પ્રમુખશ્રી પ્રતાપજી ઠાકોર અને મહામંત્રી શ્રી એ નિમણૂક આવકારી અને સમાજના સંગઠન ને મજબૂત કરવા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ આગેવાનો જિલ્લા અને તાલુકા આગેવાનો આભાર વ્યક્ત કરેલ હતો પરબતજી ઠાકોર એ સમાજ દ્વારા થયેલ ભવ્ય સ્વાગત કરવા માટે નવઝલા ના પ્રમુખ મંત્રી અને આગેવાનો આભાર વ્યક્ત કરેલ હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here