વડગામ તાલુકા ભાજપા સંગઠનની કારોબારી બેઠક યોજાઈ

0
4

વડગામ તાલુકા ભાજપા સંગઠનની કારોબારી બેઠક બનાસકાંઠા જીલ્લા ભાજપા ઉપાધ્યક્ષ અને વડગામ તાલુકા ભાજપા સંગઠનના કર્મયોગી યશસ્વી કર્મઠ સંનિષ્ઠ પ્રભારી શ્રી માધુભાઈ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ભારતમાતાના ફોટાને દીપ પ્રાગટ્ય કરી આપણા દેશના હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિરગતી પામેલ સેનાના વડા બિપિન રાવત સર અને બીજા સેના અધિકારીઓ વિરગતી પામેલ એમને યાદ કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ઉપસ્થિત પ્રદેશ અને જીલ્લાના હોદ્દેદારોનું તાલુકા સંગઠન દ્વારા ભગવા ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું.

શાબ્દિક સ્વાગત ઇન્ચાર્જ પ્રમુખ શ્રી ગોવિંદભાઇ ચૌધરીએ કર્યું અને કાર્યક્મનું સફળ સંચાલન કિસાન મોરચા પ્રમુખ શ્રી લક્ષમણભાઈ પ્રજાપતિએ કર્યું અને આભાર વિધિ તાલુકા ભાજપા ઉપાધ્યક્ષ શ્રી બાલકૃષ્ણ જીરાલા જી એ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here