વડગામ તાલુકાના રૂપાલ થી છાપી જિલ્લા સીટ ઉપર વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ – 19 ન્યાયપત્ર યાત્રા યોજાઈ

0
6

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ અનુસાર વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વડગામ તાલુકા ની છાપી જિલ્લા સીટ ઉપર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ દિનેશભાઈ ગઢવી ના અધ્યક્ષ સ્થાને કોવિડ -૧૯ અંતર્ગત ન્યાયપત્ર યાત્રા યોજાયેલ જેમાં છાપી જિલ્લા સીટ ના સદસ્ય દિનેશભાઈ પરમાર અને વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દેવુ સિહ ડાભી દ્વારા વડગામ તાલુકા ના રૂપાલ,, વેસા બાવલચુડી,, નાનોસણા,, અને છાપી ખાતે કોરોના મહામારી સમયે જેના અકાળે મોત થયા છે

તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને જેને પોતાના સ્વજન ખોયા છે તેમને સાંત્વના પાઠવી હતી અને કોરોના મહામારી સમયે જેના અકાળે મોત થયા છે તેમને સરકાર શ્રી દ્વારા સહાય ચુકવાય તેવી માંગણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશ અનુસાર વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાન શ્રી ઓ જલોત્રા જિલ્લા સીટ ના સદસ્ય લક્ષ્મીબેન કરણ,, પૂર્વ જિલ્લા સદસ્ય અજિત સિહ હડીયોલ,, વડગામ તાલુકા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ ડી એમ પટેલ તેમજ પસવાદળ સીટ ના ડેલીગેટ શ્રી લક્ષ્મણભાઈ ભટોળ,, અને ભીખુભાઈ બિહારી તેમજ વડગામ તાલુકા પંચાયત ના ડેલીગેટ શ્રી ઓ વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ ના આગેવાન શ્રી ઓ કાર્યકર દ્વારા કોરોના મહામારી સમયે જેના અકાળે મોત થયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પી અને પરીવાર જનો ને સાંત્વના પાઠવી હતી

રીપોર્ટ,,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here