વડગામ તાલુકાના લિબોઈ ખાતે આવેલ શિક્ષણધામ વડગામ લિબોઈ રોડ ઉપર આવેલ ગેલેક્સી સ્કુલ ઓફ સાયન્સ ખાતે ૭૨ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાલ કૃષ્ણ જીરાલા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમા ગેલેક્સી સ્કુલ ઓફ સાયન્સ માં અભ્યાસ ક્ષેત્રે ઊચ્ચ પરીણામ લાવેલ અને ગેલેક્સી સ્કુલ ઓફ સાયન્સ શાળા નુ ગૌરવ વધારનારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના તમામ પ્રવાહમાં ઉચ્ચ પરીણામ લાવનાર વિધાર્થીઓને એક લાખ ચોરાણુ હજાર ચેક પ્રોત્સાહિત ઈનામ તરીકે આપવામાં આવેલ તે સરાહનીય છે.
જયારે ગેલેક્સી સ્કુલ ઓફ સાયન્સના પ્રમુખ શ્રી કાનજીભાઈ એમ ચૌધરી દ્વારા સૌ વિધાર્થી ગણને જણાવેલ કે આગામી સમયમાં આજ પ્રમાણે વિઝન સાથે અભ્યાસ કરી ઉચ્ચ પરીણામ મેળવવા જણાવેલ જયારે ૭૨મા પ્રજાસત્તાક દિને અતિથિ વિશેષ તરીકે જયંતિભાઈ ભટ્ટ અને તેમજ મંહતશ્રી ભાવપુરી મહારાજ, સુધા ચામુડા ધામ લિબોઈ મેપડા સંરપચશ્રી રાકેશભાઈ પ્રજાપતિ, લિબોઈ ગ્રામ પંચાયત સરપંચશ્રી ભીખાભાઈ જગાણીયા, તેમજ અન્ય આગેવાનશ્રીઓ હાજર રહેલ જેમા ગેલેક્સી સ્કુલ ઓફ સાયન્સ અને સ્કૂલ કેમ્પસમાં આગામી સમયમાં આકાર લેનાર સુંધા ચામુંડા ધામ તેમજ નવીન સેવાકાર્ય હોસ્ટેલ અને અનાથ આશ્રમ તેમજ વૃધ્ધા આશ્રમ વિષે ગેલેક્સી સ્કુલ ઓફ સાયન્સના પ્રમુખશ્રી કાનજીભાઈ એમ ચૌધરીએ આવેલ મહેમાનશ્રીઓને માહીતી આપી હતી. જયારે ગેલેક્સી સ્કુલ ઓફ સાયન્સ પરીવાર દ્વારા સુદર સંચાલન કરવામાં આવ્યું હતું તે સરાહનીય છે
અબ્બાસ મીર,
BG News,
વડગામ.