વડગામ ખાતે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી પી. સી. દવેના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ”મારી માટી- મારો દેશ’’ કાર્યક્રમ યોજાયો

0
3

શહીદ વીરોને સલામ તેમજ નિવૃત વીર જવાનોનુ સન્માન કરાયુંઃવડગામવાસીઓએ હાથમાં પવિત્ર માટી લઇ વિકસીત ભારતના નિર્માણ માટે સંકલ્પ લીધા


આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તા. ૯ મી ઓગષ્ટથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આજે વડગામ ખાતે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી પી. સી. દવેના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ‘‘મારી માટી, મારો દેશ’’ માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડગામ તાલુકાના અગ્રણીઓ સર્વશ્રી અશ્વિનભાઇ સકસેના, શ્રી પરથીભાઇ ગોળ, શ્રી ફલજીભાઇ ચૌધરી, શ્રી પ્રવિણસિંહ રાણા, શ્રી ગોવિંદભાઇ ચૌધરી, શ્રી લાલાજી ઠાકોર, અને શ્રી દશરથજી ઠાકોર સહિતના આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ભૌમિક ચૌધરી અને સરપંચશ્રી પ્રવિણભાઇ પરમારની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદ વીરોને સલામ તેમજ આર્મી સહિત વિવિધ ફોર્સમાંથી નિવૃત્ત થયેલ વીર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ શીલાફલકમ સાથે સેલ્ફી લીધી હતી.
”મારી માટી- મારો દેશ’’ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે વડગામવાસીઓએ હાથમાં પવિત્ર માટી લઈ વિકસીત ભારતના સાથ અને સહકાર માટે અથાગ પરિશ્રમ કરવા તથા આપણા મહાન ભારત દેશના ભવ્ય વારસા પર ગર્વ લેવા અને તેનું જતન કરવા તથા ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નાબૂદ કરીને આપણી રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે કામ કરતા રહેવા અને રાષ્ટ્ર પ્રત્યેની અતુટ ફરજોનું પાલન કરવાના પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના સંકલ્પ લીધા હતા. તાલુકા કક્ષાએ ૭પ વૃક્ષોનું વાવેતર કરી ”વસુધા વંદન થકી અમૃત વાટિકા” તૈયાર કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવવી હતી. આ કાર્યક્રમથી વડગામમાં દેશ ભક્તિનો માહોલ છવાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here